BREAKING NEWS

જામનગર ગ્રામ્યના ડીવાયએસપી રાજેન્દ્ર દેવધાને બઢતી સાથે નર્મદા જિલ્લાના રાજપીપળામાં નવી જવાબદારી

  • December 20, 2025 06:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર ગ્રામ્ય વિભાગમાં ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા રાજેન્દ્ર દેવધાને તેમની ઉત્તમ સેવા, કર્મનિષ્ઠતા અને શિસ્તબદ્ધ કામગીરી બદલ બઢતી આપવામાં આવી છે. બઢતી સાથે તેમને નર્મદા જિલ્લાના રાજપીપળામાં વિભાગીય પોલીસ અધિકારી તરીકે જવાબદારી સંભાળવાની રહેશે.

રાજેન્દ્ર દેવધાએ જામનગર ગ્રામ્ય વિસ્તારમાં ફરજ દરમિયાન કાયદો-વ્યવસ્થા જાળવવામાં, ગુનાખોરી નિયંત્રણમાં તથા જનસંપર્ક વધારવામાં પ્રશંસનીય કામગીરી કરી છે. તેમની કાર્યપદ્ધતિ હંમેશા નિષ્ઠાવાન, સમયસર અને પરિણામલક્ષી રહી છે, જેના કારણે અધિકારીઓ તેમજ સ્થાનિક જનતા તરફથી વખાણ પ્રાપ્ત થયા છે.
​​​​​​​

નર્મદા જિલ્લાના રાજપીપળામાં વિભાગીય પોલીસ અધિકારી તરીકે  રાજેન્દ્ર દેવધા પોતાના અનુભવ અને નેતૃત્વથી પોલીસ તંત્રને વધુ સશક્ત બનાવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. જામનગર ગ્રામ્ય પોલીસ પરિવાર તરફથી તેમને નવી જવાબદારી માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application