દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઈ-ચલણ (મેમો) અંગે 22 જૂનના રોજ લોક અદાલતનું આયોજન
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સલામતીના ભાગરૂપે ટ્રાફિક નિયમનના ભંગ બદલ પોલીસ દ્વારા સી.સી. ટી.વી. કેમેરા મોનિટરિંગ કરી અને ઈ-મેમા આપવાની કામગીરી ચાલી રહી છે. જેમાં મોટાભાગના વાહન ચાલકો દ્વારા ઈ-મેમાના દંડના નાણા ભરપાઈ કરવામાં આવે છે. પરંતુ કેટલાક વાહન ચાલકો આ દંડના નાણા ભરપાઈ કરવામાં ગંભીરતા કેળવતા નથી. જેથી ટ્રાફિક નિયમનના ભંગ બદલ ઇસ્યુ કરવામાં આવેલા ઈ-મેમોના બાકી દંડ અંગે જિલ્લામાં આશરે 2000 જેટલા વાહન ચાલકો વિરુદ્ધ તારીખ 22 જૂન 2024 ના રોજ પ્રિ-લીટીગેશન લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે.
જેના માટે કોર્ટ દ્વારા કોર્ટ નોટિસ કાઢી અને વાહન માલિકોને પોતાના સરનામા પર મોકલી આપવામાં આવી છે. જેથી આ તબક્કે ઈ-મેમોના દંડની રકમ ભરી દેવાથી ભવિષ્યની સખત કાર્યવાહી તેમજ કાયદાકીય ખર્ચથી બચી શકાય તેમ હોય, તારીખ 21 જૂન 2024 સુધીમાં ઈ ચલણના બાકી દંડની રકમ ભરી દેવા માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અને જિલ્લા કાનૂની સેવા તથા મંડળ દ્વારા જિલ્લાની જનતાને અપીલ કરવામાં આવી છે.
લોકોને મળેલા ઈ-મેમોનો દંડ ભરવા માટે ખંભાળિયામાં જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી (ધરમપુર રોડ)માં નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર તેમજ ખંભાળિયામાં મિલન ચાર રસ્તા વિસ્તારમાં આવેલી જિલ્લા ટ્રાફિક શાખા કે દ્વારકામાં સનાતન આશ્રમની બાજુમાં દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે રોકડ રકમમાં દંડ ભરી શકાશે તેમ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની એક યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application"ઑપરેશન સિંદૂર" ભારતનો પાકિસ્તાનને જડબાતોડ જવાબ જુઓ Video
May 07, 2025 01:57 PMસોરઠિયાવાડીમાં આવેલી GEBની કચેરીમાં ફોન રીસીવ ન થતા લોકોમાં રોષ
May 07, 2025 01:47 PMઓપરેશન સિંદૂર : રાજકોટના ભાજપના MLA ડૉ.દર્શિતા શાહનું નિવેદન
May 07, 2025 01:43 PMહિરલબાના વધુ ત્રણ દિવસના રીમાન્ડ મંજૂર: ડીવાયએસપી એ આપી ચોકાવનારી માહિતી
May 07, 2025 01:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech