BREAKING NEWS

ભારત માટે ઈબી–૧ કવોટા ૩૦મી પહેલા સમા થઈ જવાની ભીતિ

  • September 08, 2026 01:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમેરિકામાં ઈબી–૧ શ્રેણી હેઠળ યુએસ ગ્રીન કાર્ડની રાહ જોઈ રહેલા ભારતીયોને મોટો ફટકો પડી શકે છે. ભારત માટે ઈબી–૧ કવોટા યુએસ નાણાકીય વર્ષના અતં પહેલા સમા થઈ શકે છે.યુએસ સ્ટેટ વિભાગે ચેતવણી આપી છે કે ઐંચી માંગને કારણે, ૩૦ સપ્ટેમ્બરના રોજ નાણાકીય વર્ષ પૂં થાય તે પહેલાં આ શ્રેણી પૂર્ણ થઈ શકે છે.જેના પગલે ગ્રીન કાર્ડની રાહ જોઈ રહેલા ભારતીયોની ચિંતા વધી છે.
અમેરિકામાં ઈબી–૧ કવોટા અંતર્ગત નોકરીઓ ધરાવતા લોકો માટે ગ્રીન કાર્ડ મેળવવું મુશ્કેલ બની શકે છે. આ બહત્પરાષ્ટ્ર્રીય કંપનીઓમાં પ્રોફેસરો, સંશોધકો, એકિઝકયુટિવ્સ અથવા મેનેજરો જેવી અસાધારણ ક્ષમતાઓ ધરાવતી વ્યકિતઓ માટે અનામત છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે તેના સપ્ટેમ્બર વિઝા બુલેટિનમાં આ ચેતવણી જારી કરી હતી, જેમાં જણાવાયું છે કે ઉચ્ચ માંગને કારણે, આગામી અઠવાડિયામાં ઈબી–૧ ભારતીયો માટે અસ્થાયી પે અનુપલબ્ધ રહેશે.
બુલેટિન અનુસાર, ભારત માટે ઈબી–૧ કવોટા ૩૦ સપ્ટેમ્બરના રોજ યુએસ નાણાકીય વર્ષના અતં પહેલા સમા થઈ શકે છે. તેની વેબસાઇટ પર પોસ્ટ કરાયેલા એક નિવેદનમાં, સ્ટેટ ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે, ઈબી–૧ વિઝા શ્રેણી સાથે ભારતીય સંબંધો ધરાવતા વિદેશી નાગરિકો દ્રારા ઉચ્ચ માંગ અને વિઝાના વધતા ઉપયોગને કારણે, જો ભારતનો ઈબી–૧ કવોટા નાણાકીય વર્ષના અતં પહેલા પહોંચી જાય તો આગામી અઠવાડિયામાં આ શ્રેણી બધં થઈ શકે છે.
વિભાગે વધુમાં જણાવ્યું હતું કે, આ પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવશે અને જરિયાત મુજબ ગોઠવણો કરવામાં આવશે. જો ભારત માટે ઈબી–૧ કવોટા ૩૦ સપ્ટેમ્બરની કટ–ઓફ તારીખ પહેલાં સમા થઈ જાય, તો રોજગાર–આધારિત વિઝા શ્રેણી હવે ઉપલબ્ધ રહેશે નહીં.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application