ગુજરાત સમાચાર, GSTV અને બિલ્ડરો પર 3 દિવસ ઇન્કમટેક્સના દરોડા બાદ કાર્યવાહી, કરોડોના બિનહિસાબી વ્યવહારો-કરચોરી સામે આવ્યાની આશંકા

  • May 16, 2025 11:08 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગત મોડીરાતે ગુજરાત સમાચારના મેનેજિંગ ડિરેક્ટર બાહુબલી શાહની અટકાયત એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા થઈ હોવાનું જાણવા મળ્યું છે. અલબત આ અંગે એજન્સી તરફથી સત્તાવાર રીતે કોઇ પુષ્ટિ મળતી નથી. પરંતુ સુમાહિતગાર સૂત્રોના જણાવ્યા અનુસાર ગુરુવારે મોડીરાતે બાહુબલી શાહને પહેલાં વી.એસ. હોસ્પિટલ અને ત્યારબાદ ઝાયડસ હોસ્પિટલ ખાતે પહેલાં મેડિકલ ચેકઅપ માટે લઇ જવાયા હતા. બાદ તેમની પૂછપરછ માટે ધરપકડ કરવામાં આવી છે.


બાહુબલી શાહ ઓફિસ ખાતે પણ સર્ચ હાથ ધર્યું હતું

ઇન્કમ વિભાગ ઇનવેસ્ટિગેશન ટીમે ગુજરાત ખાનપુર કાર્યાલય ઉપરાંત સમાચાર ટીવીની કચેરી, બાહુબલી શાહ અને અમમ શાહની ઓફિસ ખાતે પણ સર્ચ હાથ ધર્યું હતું. સૂત્રો કહે છે કે, ઇનકમટેક્સની તપાસ બાદ ઈડી દ્વારા આ તપાસ આગળ હાથ ધરાઈ હોવાનું કહેવાય છે.


હજુ તપાસ ચાલુ હોવાનું સૂત્રોમાંથી જાણવા મળે છે

આ અંગે સત્તાવાર કોઈ પ્રેસનોટ કે રિલીઝ જાહેર કરવામા આવી નથી. નિકટવર્તી સૂત્રોના જણાવ્યા કથિત નાણાકીય ગેરરીતિને આ સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. ઉપરાંત, બેંક એકાઉન્ટની વિગતો મળતા આગામી દિવસોમાં તેની તપાસ કરાશે. હજુ તપાસ ચાલુ હોવાનું સૂત્રોમાંથી જાણવા મળે છે. 


કરોડોના બિન હિસાબી વ્યવહારો અને કરચોરી સામે આવી હોવાની આશંકા

અમદાવાદમાં લગભગ તમામ ક્ષેત્રના કરદાતાઓને આવરી લઈને 'ઇન્કમટેક્સના અધિકારીઓ દરોડા પાડીને તપાસ શરૂ કરી છે. બીજા દિવસે પણ દરોડાની પ્રક્રિયા યથાવત્ રહી હતી. 30 પ્રિમાઇસીસ પર ચાલી રહેલા દરોડામાં કરોડોના બિન હિસાબી વ્યવહારો અને કરચોરી સામે આવી હોવાની આશંકા છે. અધિકારીઓને મોટા પ્રમાણમાં ડિજિટલ ડેટા પણ મળ્યા છે. જેની મિ૨૨ ઇમેજ લેવામાં આવી રહી છે. દસ્તાવેજોની શેરબજારનું મોટા પાયે કામ કરતા રાજેશ ઝવેરીની ઓફિસ અને રહેઠાણ ઉપરાંત ઇસ્કોન ગ્રૂપના બિલ્ડર અને તેના સ્વજન તથા ભાગીદારોને ત્યાં પણ દરોડાની કામગીરી યથાવત રહી હતી. આ ગ્રૂપ દ્વારા ઘણા સમયથી જમીનોની ખરીદી અને બાનાખત કરાયા છે. અમદાવાદના મોટા ઇન્વેસ્ટર જતીન ગુપ્તા અને સરકારી કોન્ટ્રાક્ટર દિનેશ અગ્રવાલ ત્યાં પણ તપાસ ચાલુ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application