BREAKING NEWS

ઈડી આકરાં પાણીએ: કેરળના પૂર્વ સીએમની પુત્રીની સતત ૯ કલાક મેરેથોન પૂછપરછ

  • June 18, 2026 02:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટએ કેરળના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજયનની પુત્રી વીણાની તેમની નિષ્ક્રિય માહિતી ટેકનોલોજી કંપની અને ખાણકામ કંપની વચ્ચેના કથિત સંબંધોને લગતા મની લોન્ડરિંગ કેસના સંદર્ભમાં નવ કલાક પૂછપરછ કરી હતી. આ પૂછપરછ સતત ૯ કલાક ચાલી હતી. વીણા સવારે ૧૦:૩૦ વાગ્યે ઈડી સમક્ષ હાજર થઈ અને રાત્રે ૮:૦૦ વાગ્યે ઓફિસમાંથી નીકળી શકી હતી.ઘટનાની સંવેદનશીલતાના પગલે વહેલી સવારે, ઈડી ઓફિસની બહાર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
વીણા પોતાની કારમાંથી ઉતરી અને સીધી અંદર ગઈ. એજન્સીએ તેમને ૧૨ જૂને કોચી યુનિટ સમક્ષ હાજર થવા કહ્યું હતું, પરંતુ તેમણે સ્વાસ્થ્યના કારણોસર હાજર રહેવામાં અસમર્થતા દર્શાવી. તેમને તેમની હાલ બધં થયેલી આઈટી કંપની, એકસાલોજિક સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડના વ્યવહારો સંબંધિત દસ્તાવેજો સાથે હાજર રહેવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.ઈડીએ આ કેસમાં સીએમઆરએલ ના સ્થાપક શશિધરન કાર્થાના પુત્ર અને પત્નીની પૂછપરછ કરી હતી. સોમવારે અગાઉ, એજન્સીએ કાર્થાની પુત્રીની પણ આ જ કેસમાં પૂછપરછ કરી હતી. આ તપાસ કોચીન મિનરલ્સ એન્ડ ટાઇલ લિમિટેડએ કોઈપણ સેવાઓ પૂરી પાડા વિના એકસાલોજિકને . ૨.૭૮ કરોડ ચૂકવ્યા હોવાના આરોપો સાથે સંબંધિત છે.ઈડીના જણાવ્યા અનુસાર, સીએમઆરએલના મેનેજિંગ ડિરેકટર કાર્થાની માલિકીની બીજી કંપની, એમ્પાવર ઇન્ડિયા કેપિટલ ઇન્વેસ્ટમેન્ટસ પ્રાઇવેટ લિમિટેડ, એ પણ એકસાલોજિકને ૫૦ લાખની લોન આપી હતી, પરંતુ કંપની કથિત રીતે તે સમયસર ચૂકવવામાં નિષ્ફળ રહી હતી.એજન્સીનો આરોપ છે કે વીણા અને કાર્થાની આગેવાની હેઠળ સીએમઆરએલ મેનેજમેન્ટે આ વ્યવહારો દ્રારા ગુનાના નાણાંનું લોન્ડરિંગ કયુ હતું. એપ્રિલ ૨૦૨૫માં ગંભીર છેતરપિંડી તપાસ કાર્યાલય દ્રારા એર્નાકુલમ કોર્ટમાં દાખલ કરાયેલી ફરિયાદના આધારે એ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એકટ હેઠળ કેસ નોંધ્યો હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application