BREAKING NEWS

સરકારી નોકરીના નામે ઠગાઈ મામલે ગુજરાત સહિત છ રાજ્યોમાં ઇડીના દરોડા

  • January 08, 2026 03:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશમાં સરકારી નોકરીના નામે ચાલી રહેલા કૌભાંડ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મોટી કાર્યવાહી કરી છે. ઇડીએ આજે સવારથી ગુજરાત સહિત 6 રાજ્યોમાં દરોડા પડ્યા છે જેમાં રાજકોટ સહીત 15 શહેરોનો સમાવેશ થાય છે. ઇડીએ આ દરોડા સરકારી નોકરીઓ આપવાના નામે ચાલી રહેલા કૌભાંડને લઈને પાડ્યા છે. આ હેઠળ એક સંગઠિત ગેંગ સરકારી નોકરીઓ આપવાના નામે લોકો સાથે ઠગાઈ કરતી હતી. તેમના દ્વારા લોકોને નકલી એપોઈન્ટમેન્ટ લેટર અને કોલ લેટર વગેરે જારી કરવામાં આવી રહ્યા હતા. આ કૌભાંડ ખાસ કરીને ભારતીય રેલવે અને 40 અન્ય સરકારી વિભાગોમાં ભરતીના નામે ચાલી રહ્યું હતું. રેલવે ઉપરાંત ટપાલ વિભાગ, વન વિભાગ, કર વિભાગ, હાઈકોર્ટ, જાહેર બાંધકામ વિભાગ, બિહાર સરકાર, ડીડીએ અને રાજસ્થાન સચિવાલય વગેરેના નામ પર આ ઠગાઈ કરવામાં આવી રહી હતી.

આ ગેંગ નકલી ઈમેલ એકાઉન્ટ બનાવીને લોકોને એપોઈન્ટમેન્ટ લેટર મોકલતી હતી. એવા ઈમેલ એડ્રેસ તૈયાર કરવામાં આવતા હતા જેને જોઈને લાગતું હતું કે, ખરેખર કોઈ સરકારી વિભાગ દ્વારા મોકલવામાં આવ્યા છે. એટલું જ નહીં લોકોને વિશ્વાસમાં લેવા માટે આ ફ્રોડ ગેંગે કેટલાક લોકોના ખાતામાં 2 થી 3 મહિનાની સેલેરી પણ મોકલી હતી. આ લોકોને આરપીએફ, ટીટીઈમાં નોકરી આપવાની લાલચ આપવામાં આવી હતી. બે થી ત્રણ મહિનાના પગારના નામે તેમને પૈસા પણ ટ્રાન્સફર કરવામાં આવતા હતા. આના નામે તેઓ ઠગાઈ કરતા હતા. રેલવેમાં ટેકનિશિયન જેવી પોસ્ટ પર પણ આ ઠગાઈ કરવામાં આવતી હતી.

6 રાજ્યોના કુલ રાજકોટ સહીત 15 શહેરોમાં ઇડીના દરોડા ચાલુ

હાલમાં ઇડી આ મામલે બિહાર, બંગાળ, યુપી, તમિલનાડુ, ગુજરાત અને કેરળમાં દરોડા પાડી રહી છે. આ 6 રાજ્યોના રાજકોટ સહીત કુલ 15 શહેરોમાં ઇડીના દરોડા ચાલુ છે. યુપીના ગોરખપુરમાં ઇડી એ 2 સ્થળોએ દરોડા પાડ્યા છે. આ ઉપરાંત અલ્હાબાદમાં એક અને લખનઉમાં એક સ્થળે દરોડા ચાલી રહ્યા છે. બિહારમાં મુઝફ્ફરપુરમાં એક અને મોતીહારીમાં પણ બે સ્થળોએ દરોડા પાડવામાં આવી રહ્યા છે. પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં પણ આ ગેંગના બે ઠેકાણાઓ વિશે માહિતી મળી છે. આ ઉપરાંત ચેન્નાઈમાં પણ દરોડા ચાલી રહ્યા છે. કેરળના પણ 4 શહેરોમાં ઇડીએ દરોડા પાડ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application