BREAKING NEWS

સુરેન્દ્રનગરના ના.મામલતદાર મોરીને ED દિલ્હી લઈ ગઈ...ગુજરાતના ડઝનથી વધુ ઉચ્ચ અધિકારીઓ તપાસની રડારમાં, મોટું થવાના એંધાણ

  • December 26, 2025 11:11 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સુરેન્દ્રનગર જિલ્લાના નાયબ મામલતદાર ચંદ્રસિંહ ભૂપતસિંહ મોરીની એર્ફોર્સમેન્ટ ડિરેક્ટરોરેટ (ઈડી)એ આઠ દિવસની રિમાન્ડ મેળવીને તપાસ માટે દીલ્હી લઈ ગયા છે. ઈડીના અધિકારીઓ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના ઘરે અને ઓફિસમાંથી નામ સાથે મળેલી સીટો અંગે પુછપરછ ચાલુ કરી હોવાનું જાણવા મળે છે. સૂત્રોના જણાવ્યા મુજબ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના મોબાઈલમાંથી મળેલા વ્યવહારોમાં ગુજરાતના એક ડઝનથી વધુ ઉચ્ચ અધિકારીઓ ઈડીની તપાસમાં સામેલ થવાનો વારો આવે તેમ છે. ઈડીના અધિકારીઓએ દરોડા દરમિયાન મોરી અને મોરી સાથે કામ કરતા સ્ટાફના ત્યાંથી મળેલા દસ્તાવેજોમાં કેટલા પાસેથી નાણાં મળ્યા અને કેટલાના બાકી છે તે બાબતે પણ એસીબીને જાણ કરી હોવાનું જાણવા મળે છે.


સરકાર પાસે તપાસ માટે મંજૂરી મેળવવા કાર્યવાહી હાથ ધરાઈ

એસીબીના અધિકારીઓ દ્વારા નોંધેલ ફરિયાદના આધારે સરકાર પાસે તપાસ માટે મંજૂરી મેળવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જ્યારે ઈડીના અધિકારીઓ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના મોબાઈલની તપાસ માટે દિલ્હી એફએસએલની મદદ મેળવીને તમામ ડેટા પેન ડ્રાઈવમાં લેવામાં કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે.


જમીન NA કરી આપવા ચોરસ મીટર દીઠ ૨કમ નક્કી કરી હતી

ઈડીના સૂત્રોના જણાવ્યા મુજબ પકડાયેલા નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના ઘરે અને ઓફિસમાંથી મળેલી ૬૦થી વધુ સીટોમાં દરેક સીટ ઉપર કેટલી જમીન હતી અને તેમાં રકમ અને નામ લખવામાં આવ્યા હતા. જેના લીધે મોરીને સાથે રકમ મેળવી હતી કોની પાસે કેટલી અને કોણે- કોણે આપવામાં આવી છે તેની તપાસ હાથ ધરવામાં આવશે. નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી પાસે જમીન બિનખેતી બાબતે પાવર હતા અને તેનો દુરુપયોગ કરીને આયોજનબદ્ધ રીતે જમીન એનએ કરી આપવા ચોરસ મીટર દીઠ ૨કમ નક્કી કરી હતી. 


સ્પીડ મનીના માધ્યમથી ખેલાતો ખેલ

આ રૂપિયા સ્પીડ મનીના માધ્યમથી અરજી વિલંબિત રાખ્યા સિવાય કામ કરી આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત અરજીના આધારે પર ચોરસ મીટર મુજબ રકમ નક્કી કરવામાં આવતી હતી. આ ઉપરાંત જમીનો સહિતના દસ્તાવેજો મળ્યા હોય તેની તપાસ હાથ ધરી છે. નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી પાસેથી મળેલ ડાયરીમાં કોડવર્ડમાં નામો લખેલા છે,જેમાં બાજુમાં રકમ પણ લખવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News