BREAKING NEWS

EPF ખાતાધારકો માટે ખૂબ કામની છે UMANG એપ: ઘેરબેઠા મિનિટોમાં પૂરા થશે આ 5 મહત્વપૂર્ણ કામ

  • September 09, 2026 07:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO) ના સભ્યો માટે હવે અનેક મહત્વપૂર્ણ સેવાઓ UMANG એપ પર ડિજિટલ રીતે ઉપલબ્ધ કરાવી દેવામાં આવી છે. શ્રમ અને રોજગાર મંત્રાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર જાહેરાત કરતાં જણાવ્યું છે કે, કર્મચારીઓ આ એપ દ્વારા આધાર આધારિત ફેસ ઓથેન્ટિકેશન ફેસિલિટીનો ઉપયોગ કરીને ઘેરબેઠા મિનિટોમાં જ પોતાના UAN સંબંધિત 5 જરૂરી કામો પૂરા કરી શકે છે. નવા અને અગાઉથી UAN ધરાવતા બંને પ્રકારના કર્મચારીઓ માટે આ સુવિધા ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહી છે.


મંત્રાલયના જણાવ્યા અનુસાર, UMANG એપ દ્વારા UAN એલોટમેન્ટ, UAN એક્ટિવેશન અને અગાઉથી એક્ટિવ થયેલા UAN નું ફેસ ઓથેન્ટિકેશન જેવી સેવાઓ સરળતાથી મેળવી શકાય છે. એકવાર UAN એલોટ અને એક્ટિવ થઈ જાય પછી સભ્યો પોતાના PF એકાઉન્ટ સાથે જોડાયેલી અન્ય ઓનલાઈન સેવાઓ જેવી કે બેલેન્સ ચેક કરવું, પાસબુક ડાઉનલોડ કરવી, ક્લેમનું સ્ટેટસ જાણવું અને KYC અપડેટ કરવાનો લાભ લઈ શકે છે. આ સેવાઓ માટે સક્રિય આધાર-લિંક્ડ મોબીલ નંબર અને 'Aadhaar Face RD' એપની જરૂર પડે છે.


જે કર્મચારીઓ પાસે અગાઉથી UAN નથી, તેઓ UMANG એપમાં 'UAN Allotment and Activation' ઓપ્શન પર જઈને પોતાનો આધાર નંબર અને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર દાખલ કરી શકે છે. સંમતિ આપ્યા બાદ પ્રાપ્ત થયેલા OTP ને એન્ટર કરવાનો રહેશે. સિસ્ટમ ચકાસણી કરશે કે આ ધારકનો કોઈ અગાઉનો UAN છે કે નહીં. જો કોઈ અગાઉનો UAN નહીં મળે, તો ફેસ ઓથેન્ટિકેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. સફળ ફેસ સ્કેનિંગ બાદ નવો UAN જનરેટ થશે અને એસએમએસ દ્વારા મોકલી દેવાશે.


​​​​​​​તે જ રીતે, જે કર્મચારીઓ પાસે UAN છે પણ તે એક્ટિવ નથી, તેઓ UMANG એપના 'UAN Activation' વિકલ્પમાં જઈને આધાર અને મોબાઈલ નંબર દ્વારા વિગતો ચકાસીને એક્ટિવેશન કરી શકે છે. ઓટીપી અને ફેસ ઓથેન્ટિકેશન સફળ થતાં જ UAN એક્ટિવ થઈ જશે અને કામચલાઉ પાસવર્ડ મોબાઈલ પર મળી જશે. અગાઉથી એક્ટિવ UAN ધરાવતા સભ્યો 'Face Authentication of Already Activated UAN' વિકલ્પ પસંદ કરીને પોતાની ઓળખ કન્ફર્મ કરી શકે છે, જેનાથી EPFO રેકોર્ડમાં વિગતો આપોઆપ અપડેટ થઈ જશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application