BREAKING NEWS

જામનગર : કાલાવડ પંથકમાં પવનચકકીના લોકેશનમાંથી અર્થીગ વાયર કાપી ગયા

  • October 09, 2025 04:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કાલાવડના માછરડા, છતર, વાવડી રોડ, ગાદલા સીમ વિસ્તારમાં પવનચકકીના અલગ અલગ લોકેશનમાંથી ૧૮ લાખનો કોપર વાયર કાપીને ચોરી કરી ગયાની અજાણ્યા શખ્સો સામે ફરીયાદ કરવામાં આવી છે, જયારે જોડીયાના દુધઇ પાસે સોલાર પ્લાન્ટ ખાતે ૩૯ હજારનો કોપર વાયર ચોરી થયો છે.


કાલાવડના મુરીલા ગામમાં રહેતા ગણેશ સિકયુરીટી એજન્સીના સાઇડ ઇન્ચાર્જ જયેન્દ્રસિંહ અજીતસિંહ જાડેજાએ અજાણ્યા શખ્સો સામે વાયર ચોરી કરી ગયાની ગઇકાલે કાલાવડ ગ્રામ્ય પોલીસમાં ફરીયાદ કરી હતી.


ગત તા. ૨૫-૯થી ૪-૧૦ના સમયગાળામાં માછરડા ગામ, મોટી વાવડી સાઇડ ઓફીસ સામે તથા છતર વાવડી રોડ, ગાદલા સીમ વિસ્તારમાં અવોલ વાયુએસએમ કંપનીના પવનચકકીના લોકેશનના કુલ ૧૨ અલગ અલગ લોકેશન ખાતે અજાણ્યા શખ્સો ત્રાટકયા હતા, જીપીઇસીએલ કંપનીના પવનચકકી લોકેશન નં. ૨૪,૨૫,૨૬ તથા વાયુએસએમ કંપનીના પવનકકી લોકેશન નં. ૯૪૮, ૯૫૦, ૯૫૨ તથા ૮૬, ૮૭, ૮૮ તથા ૯૩૫, ૯૩૬, ૯૩૭માં ટીસીના બહારના તળીયાના ભાગ તરફ જતો ૧૫૦ એમએમ કોપર અર્થીગ વાયરના કેબલ જે તમામ પવનચકકીઓના મળીને કુલ ૮૪ મીટર વાયર જેની અંદાજે કિ. ૫૦,૪૦૦ કાપીને ચોરી કરી ગયા હતા.
​​​​​​​

આ ઉપરાંત મોરબીના નિકુંજ પાર્ક સોસાયટીમાં રહેતા વેપારી જીતેન્દ્ર લવજીભાઇ દેકાવડીયાએ ગઇકાલે જોડીયા પોલીસમાં અજાણ્યા શખ્સો સામે એવી ફરીયાદ કરી હતી કે ગત તા. ૫-૧૦ રાત્રીના કોઇ સમયે દુધઇ પાસે આવેલ ફરીયાદીના સોલાર પ્લાન્ટ ખાતે અજાણ્યા શખ્સોએ ત્રાટકીને પ્લાન્ટમાંથી સુંદરમ એનર્જીના પ્લાન્ટના પ્લોટ નં. ૩માંથી ૧૩૦૦ મીટર કોપર વાયર જેની કિ. ૩૯ હજારની ચોરી કરી ગયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application