ભારતીય શેરબજારમાં આજે ક્રુડ ઓઈલના વધતા ભાવની અસર અને ભારે વેચવાલીને કારણે મોટો ઘટાડો જોવા મળ્યો છે. સાહના ત્રીજા દિવસે કારોબાર દરમિયાન સેન્સેકસ અને નિટી બંને ઇન્ડેકસ લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. સેન્સેકસ ૯૩૦ પોઈન્ટ ગગડીને ૭૩,૭૧૯ના સ્તરે ટ્રેડ થયો હતો. જયારે નિટી ૨૫૮ પોઈન્ટ ઘટીને ૨૩,૨૨૫ના સ્તર પર ટ્રેડ થયો હતો. મધ્યપૂર્વમાં ફરી એકવાર યુદ્ધના સંકેતો વચ્ચે બજાર ખુલતાની સાથે જ નબળાઈ જોવા મળી હતી અને જોતજોતામાં વેચવાલીનું દબાણ વધતા બંને ઇન્ડેકસ નીચે સરકી ગયા હતા.બજારમાં અચાનક આવેલા આ કડાકા પાછળ મુખ્યત્વે ચાર મોટા કારણો જવાબદાર માનવામાં આવી રહ્યા છે. શેરબજારમાં ભૂકપં સૌથી પહેલું કારણ નબળા વૈશ્વિક સંકેતો છે, જેમાં અમેરિકન બજારમાં જોવા મળેલી નબળાઈ અને એશિયન બજારોમાં સુસ્તીને લીધે ભારતીય બજાર પર દબાણ વધ્યું છે. આ ઉપરાંત, રોકાણકારોએ નફો વસૂલવાનું શ કયુ છે, જેના કારણે બજાર નીચે આવ્યું છે. ત્રીજું મહત્ત્વનું કારણ પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) માં વધી રહેલો ભૂરાજકીય તણાવ છે, જેની અસર ક્રૂડ ઓઈલના ભાવ પર થઈ રહી છે અને તેનાથી રોકાણકારોમાં ચિંતાનો માહોલ છે. અંતે, યુએસ ફેડરલ રિઝર્વ દ્રારા વ્યાજદરમાં ઘટાડો કરવામાં વિલંબની શકયતાઓને પગલે વિદેશી રોકાણકારો સાવચેતીભયુ વલણ અપનાવીને વેચવાલી કરી રહ્યા છે, જેણે બજારનો મૂડ વધુ બગાડો છે. બીજી બાજુ મિડલ ઈસ્ટમાં ફરી એકવાર અમેરિકા અને ઈરાને સામ સામે હત્પમલા શ કર્યાના અહેવાલ સામે આવી રહ્યા છે જેને લઈને રોકાણકારોમાં ચિંતા વ્યાપી ગઈ છે. આ હત્પમલાઓ હવે એકથી વધુ દેશને ભરડામાં લઈ રહ્યા છે.
બીજી બાજુ બ્રેન્ટ ક્રૂડ ઓઈલની કિંમતો ફરી એકવાર ઐંચકાઈ હતી અને ૯૭ ડોલરને ક્રોસ કરી જતાં વિશ્વની ચિંતા વધી ગઈ છે. આ સાથે પિયો પણ ડોલર સામે ફરી નબળો થતો દેખાઈ રહ્યો છે. આરબીઆઈના પિયાને મજબૂત કરવાના પ્રયાસો નિષ્ફળ થતા દેખાઈ રહ્યા છે. બે જ દિવસમાં પિયો ૯૫.૦૩ ની સપાટીથી ફરી એકવાર ૯૫.૬૦ના હાઈ સુધી પહોંચી ગયો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application