BREAKING NEWS

ટીપી સ્કિમોના ૭ પ્લોટ વેંચવા ઇ ઓક્શન જાહેર

  • December 18, 2025 03:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટની રિઅલ એસ્ટેટ માર્કેટમાં ધીમી ગતિએ તેજીનો ચમકારો જોવા મળતા રાજકોટ મહાપાલિકા દ્વારા નાણાકીય વર્ષના અંતિમ ક્વાર્ટરમાં આવક-જાવક સરભર કરવા વિવિધ ટીપી સ્કિમોના કોમર્શિયલ વેંચાણ હેતુના પાંચ અને રેસીડેન્સિયલ વેંચાણ હેતુના બે સહિત કુલ સાત પ્લોટ્સની ઇ ઓક્શન કમૂરતા ઉતર્યા બાદ આગામી તા.૧૭ અને ૧૯ જાન્યુઆરીના રોજ બે તબક્કામાં મુકરર કરવામાં આવી છે.

ટાઉન પ્લાનિંગ બ્રાન્ચ દ્વારા વેંચાણ માટે જે પ્લોટ્સની પસંદગી કરવામાં આવી છે તેમાં અમિન માર્ગ-૧૫૦ ફૂટ રિંગ રોડ કોર્નર, રૈયા રોડ ઉપર સવન સિગ્નેટ પાસે, ન્યૂ રિંગ રોડ ઉપર મવડી એરિયા, સિનર્જી રોડ ઉપર કલ્યાણમ પાર્ટી પ્લોટ સામે, મોરબી રોડ અને રેલનગર સહિતના પ્લોટ્સ નો સમાવેશ કરવામાં આવ્યો છે. વેંચાણ અર્થે મૂકેલા સાત પ્લોટ્સની સંપૂર્ણ વિગતો નીચે મુજબ છે.

રૈયા ટી.પી.સ્કિમ નં.૪નો કોમર્શિયલ વેંચાણ હેતુનો ફાઇનલ પ્લોટ જે રૈયા મેઇન રોડ ઉપર સવન સિગ્નેટ સામે આવેલો છે. પ્લોટનું ક્ષેત્રફળ ૩૨૨૧ ચોરસ મીટર છે, અને અપસેટ પ્રાઈસ પ્રતિ ચોરસ મીટર દીઠ ૧.૩૦ લાખ છે. ઇએમડી ૪૧,૮૭,૩૦૦ છે. આ પ્લોટની ઇ ઓક્શન તા.૧૭.૧.૨૦૨૬ના સવારે ૧૧ કલાકે શરૂ થશે અને ૧૨ કલાકે પૂર્ણ થશે.

નાના મવા ટીપી સ્કિમ નં.૩નો કોમર્શિયલ વેંચાણ હેતુનો ફાઇનલ પ્લોટ નં.૨૦૪ જે અમિન માર્ગ અને ૧૫૦ ફૂટ રિંગ રોડ કોર્નરનો પ્લોટ છે. પ્લોટનું કુલ ક્ષેત્રફળ ૪૬૬૯ ચોરસ મીટર અને અપસેટ પ્રાઈસ પ્રતિ ચોરસ મીટર દીઠ ૨.૦૦ લાખ છે. ઇએમડી ૯૩.૮૩ લાખ છે. ઇ ઓક્શન તા.૧૭.૧.૨૦૨૬ના બપોરે એક વાગ્યે શરૂ અને બે વાગ્યે પૂર્ણ થશે.

મવડી ટીપી સ્કિમ નં.૨૮નો કોમર્શિયલ વેંચાણ હેતુનો ફાઇનલ પ્લોટ નં.૩૭/એ જે મહાત્મા ગાંધી ટાઉનશિપ પાછળ, ફિલ્ડ માર્શલ રોડ પાસે, ન્યૂ રિંગ રોડ ઉપર આવેલો છે. પ્લોટનું ક્ષેત્રફળ ૫૩૦૫ ચોરસ મીટર છે અને પ્રતિ ચોરસ મીટર દીઠ અપસેટ પ્રાઈસ ૧.૨૦ લાખ છે. ઇએમડી ૬૩.૬૬ લાખ છે. ઇ ઓક્શન તા.૧૭.૧.૨૦૨૬ના રોજ બપોરે ત્રણ વાગ્યે શરૂ થશે અને પાંચ વાગ્યે પૂર્ણ થશે.

રાજકોટ ટીપી સ્કિમ નં.૯નો કોમર્શિયલ વેંચાણ હેતુનો ફાઇનલ પ્લોટ નં.સી/૯ જે સિનર્જી-એચસીજી હોસ્પિટલ રોડ ઉપર કલ્યાણમ પાર્ટી પ્લોટ સામે, ૧૫૦ ફૂટ રિંગ રોડ ઉપર આવેલો છે. પ્લોટનું ક્ષેત્રફળ ૩૭૧૩ ચોરસ મીટર છે, પ્રતિ ચોરસ મીટર દીઠ અપસેટ પ્રાઈસ ૯૦ હજાર છે. ઇએમડી ૩૩,૪૧,૭૦૦ છે. ઇ ઓક્શન તા.૧૭.૧.૨૦૨૬ના રોજ સાંજે પાંચ કલાકે શરૂ અને છ કલાકે પૂર્ણ થશે.

રાજકોટ ટીપી સ્કિમ નં.૧૨નો કોમર્શિયલ વેંચાણ હેતુનો ફાઇનલ પ્લોટ નં.૯૨ જે પંચવટી સોસાયટી, એચ.પી. પેટ્રોલ પંપ સામે, રાજકોટ મોરબી હાઇવે ઉપર આવેલો છે. પ્લોટનું ક્ષેત્રફળ ૧૬૪૮ ચોરસ મીટર છે, પ્રતિ ચોરસ મીટર દીઠ અપસેટ પ્રાઈસ ૧.૨૫ લાખ છે. ઇએમડી ૨૦.૬૦ લાખ છે. ઇ ઓક્શન તા.૧૯.૧.૨૦૨૬ના રોજ સવારે ૧૧ કલાકે શરૂ અને ૧૨ કલાકે પૂર્ણ થશે.

રાજકોટ ટીપી સ્કિમ નં.૧૨ના રેસીડેન્સિયલ વેંચાણ હેતુનો ફાઇનલ પ્લોટ નં.૯૧ જે પૂનમ હોલ સામે, રાજકોટ મોરબી હાઇવે ઉપર આવેલો છે. પ્લોટનું ક્ષેત્રફળ ૧૫૮૮ ચોરસ મીટર છે અને પ્રતિ ચોરસ મીટર દીઠ અપસેટ પ્રાઈસ ૧.૨૫ લાખ છે. ઇએમડી ૧૯.૮૫ લાખ છે. ઇ ઓક્શન તા.૧૯.૧.૨૦૨૬ના રોજ બપોરે એક વાગ્યે શરૂ અને બે વાગ્યે પૂર્ણ થશે.

રાજકોટ ટીપી સ્કિમ નં.૧૯ના રેસીડેન્સિયલ વેંચાણ હેતુનો ફાઇનલ પ્લોટ નં.૧૬/એ જે ભક્તિ પાર્ક સોસાયટી સામે, સાધુ વાસવાણી કુંજ માર્ગ, રેલનગર વિસ્તારમાં આવેલો છે. પ્લોટનું ક્ષેત્રફળ ૧૪,૫૦૭ ચોરસ મીટર છે અને પ્રતિ ચોરસ મીટર દીઠ અપસેટ પ્રાઈસ ૪૫ હજાર છે. ઇએમડી ૬૫,૨૮,૧૦૦ છે. ઇ ઓક્શન તા.૧૯.૧.૨૦૨૬ના રોજ બપોરે ત્રણ વાગ્યે શરૂ અને ચાર વાગ્યે પૂર્ણ થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application