દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાહન માલિકો માટે ટ્રાન્સપોર્ટ કેટેગરીની સિરિઝ ૠઉં૩૭-ટ, ક્ધસ્ટ્રક્શન વાહનો (ઓટીએચ કેટેગરી)ની સિરીઝ ૠઉં૩૭-જ, ફોર વ્હીલર(એલ.એમ.વી.) કેટેગરીની સિરિઝ ૠઉં૩૭-અઇ માં બાકી રહેલા માટે બાકીના ગોલ્ડન તથા સિલ્વર નંબર માટે ઈ-ઓકશન કરવામાં આવનાર છે.
જે અન્વયે ઓનલાનઇન અરજીનો સમયગાળો તા.૧૧/૧૧/૨૦૨૫થી તા.૧૫/૧૧/૨૦૨૫ સાંજે ૦૪ વાગ્યા પહેલાનો રહેશે. તેમજ ઈ-ઓકશનનો બિડિંગ કરવાનો સમયગાળો તા.૧૫/૧૧/૨૦૨૫થી તા.૧૭/૧૧/૨૦૨૫ સુધીનો રહેશે. ઈ-ઓકશનનું પરિણામ તારીખ ૧૭/૧૧/૨૦૨૫ના સાંજે ૪ કલાકે જાહેર કરવામાં આવશે.
આ પ્રક્રિયામાં ભાગ લેવા માટે વાહન માલિકોએ સૌ પ્રથમ વિિંંાત://રફક્ષભુ.ાફશિદફવફક્ષ.લજ્ઞદ.શક્ષ/રફક્ષભુ/રફભયત/ાીબહશભ/હજ્ઞલશક્ષ.ડ્ઢવળિંહ વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ યુઝર આઇ.ડી અને પાસવર્ડ મેળવવાનો રહેશે અને ત્યાર બાદ આ વેબસાઇટ પર લોગ ઈન કરી વાહન ખરીદીના દિવસ-૭ની અંદર ઓનલાઇન સી.એન.એ. ફોર્મ ભરવાનું રહેશે. વાહન માલિકે ગોલ્ડન અને સિલ્વર અને અન્ય પસંદગીના નંબર પરથી કોઇ એક નંબર પસંદ કરીને ઓનલાઇન પેમેન્ટ પ્રક્રિયા કરીને ઓનલાઇન રસીદ મેળવી લેવાની રહેશે.
ઉલ્લેખનીય છે કે, વાહન માલિક પોતાની બિડ ઉપરોકત દર્શાવેલ સમયગાળા દરમ્યાન ૧૦૦૦ના ગુણાંકમાં વધારી શકશે. પસંદગીના લાગેલ નંબરવાળા અરજદારોએ બીડ અમાઉન્ટના નાણાંનું ચુકવણું દિવસ- ૫ માં ઓનલાઇન કરવાનું રહેશે. જેમાં નિષ્ફળ જશે તો મૂળ ભરેલી રકમ જપ્ત કરી ફરીવાર હરાજી કરવામાં આવશે. આ ઈ-ઓક્શનના અંતે અસફળ થયેલ અરજદારોને હાલની મેન્યુઅલ પદ્ધતિ પ્રમાણે નાણા પરત કરવાના હોવાથી નેટ બેન્કિંગ, ક્રેડિટ/ ડેબિટ કાર્ડથી ચુકવણું કર્યું હોય તે જ મોડથી નાણા અરજદારના તે જ ખાતામાં જઇઈં-ઈ પે દ્વારા પરત કરવામાં આવશે તેમ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, દેવભૂમિ દ્વારકાની યાદીમાં જણાવાયું છે.