BREAKING NEWS

કોંગોમાં ઇબોલા બે મહિનામાં ૧,૦૦૦થી વધુને ભરખી ગયો

  • July 23, 2026 12:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આફ્રિકામાં ઇબોલા વાયરસ સતત તબાહી મચાવી રહ્યો છે. નાના દેશ કોંગોમાં ઇબોલા ફાટી નીકળવાથી અત્યાર સુધીમાં ૧,૦૦૦ થી વધુ લોકોનો ભોગ લેવાયો છે. આફ્રિકાના અગ્રણી આરોગ્ય સંગઠનના જણાવ્યા અનુસાર, ઇબોલા ફાટી નીકળવાથી કોંગોમાં તબાહી મચી છે. ઘાનામાં એક આરોગ્ય પરિષદમાં બોલતા, આફ્રિકા સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના ડિરેકટર જનરલ ડો. જીન કાસેયાએ જણાવ્યું હતું કે કોંગોમાં ૧,૦૩૧ મૃત્યુની પુષ્ટ્રિ થઈ છે. તેમણે કહ્યું, લોકો ઝડપથી મરી રહ્યા છે, કારણ કે અમારી પાસે રસી, દવાઓ અને ભંડોળ નથી.
કોંગોના આરોગ્ય મંત્રાલયના તાજેતરના અપડેટ મુજબ, સોમવાર સુધીમાં વાયરસના ૨,૪૭૩ નવા કેસ નોંધાયા હતા. મંત્રાલયે જણાવ્યું હતું કે ઓછામાં ઓછા ૭૩૭ દર્દીઓ આઈસોલેશનમાં હતા અથવા હોસ્પિટલમાં દાખલ હતા. ૧૫ મેના રોજ જાહેર કરાયેલ આ પ્રકાર, અગાઉના ઇબોલા વાયરસથી થોડો અલગ છે કારણ કે જવાબદાર આ વાયરસ માટે કોઈ માન્ય રસી અથવા દવા નથી. ઇબોલા વાયરસથી મૃત્યુ પામેલા લોકોના મૃતદેહોને દફનવિધિ એક મોટો પડકાર છે. ઘણા સમુદાયો સુરક્ષિત દફનવિધિ ટીમોનો પ્રતિકાર કરી રહ્યા છે, જે સમસ્યાને વધુ વણસી રહી છે. ઇટુરી પ્રાંતના કેટલાક સમુદાયોએ દફનવિધિ ટીમોને કામ કરવાની મંજૂરી આપવાનો ઇનકાર કર્યેા છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application