જામનગર શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં યોજાયેલા સ્વદેશી મેળામાં ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ લોકોના આકર્ષણનું કેન્દ્ર બની છે. હેન્ડીક્રાફટની આઈટમોના સ્ટોલ પર નિધિબેન દવે નામના મહિલા દ્વારા ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ બનાવવામાં આવે છે. તેઓ જ્યુટ માંથી વિવિધ ડીઝાઇનના પર્સ, કીચેઈન સહીત સુશોભનની વસ્તુઓ બનાવે છે. જ્યુટ એટલે કે શણ માંથી બનાવેલી વસ્તુઓ જે ટકાઉ હોય છે અને સાથે સાથે ઇકો ફ્રેન્ડલી પણ હોય છે.
નિધિબેન દવે જણાવે છે કે, જામનગર મહાનગરપાલિકા દ્વારા અમને સ્વદેશી વસ્તુઓના વેચાણ માટે વિનામૂલ્યે સ્ટોલ ફાળવવામાં આવ્યો છે. અહીં હું ઇકો ફ્રેન્ડલી વસ્તુઓનું વેચાણ કરું છું. જેમાંથી જ્યુટ માંથી બનાવેલા અલગ અલગ બેગ અને પર્સ, કીચેઈન અને ફ્લાવર્સ છે. જેનું અહીં વેચાણ કરીએ છીએ. ભારત સરકારનો હું આભાર વ્યક્ત કરું છું કે, દિવાળીના તહેવાર દરમિયાન સ્વદેશી અભિયાનને વેગવંતુ બનાવી અમારા જેવા ઘણા લોકોને રોજગારી પ્રાપ્ત કરવાનો મોકો મળ્યો છે.
આપણે સૌએ સ્વદેશી અભિયાનના સૂત્રને સાર્થક કરવું જોઈએ. મારા સ્ટોલ પર પણ ઘણા બધા ગ્રાહકો આવે છે અને મને સારી આવક મળી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application