BREAKING NEWS

જૂનાગઢ મીરાનગરમાં મકાનમાંથી આઠ જુગારીઓ ઝડપાયા

  • September 01, 2026 10:46 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


૨.૩૮ લાખની રોકડ સહિત ૫.૯૮ લાખનો મુદ્દામાલ કબ્જે
   જૂનાગઢમાં મીરાનગર મેઇન રોડ પર મકાનમાં ચાલતા જુગાર ધામ પર સી ડિવિઝન પોલીસ ત્રાટકી હતી. પોલીસે આઠ પત્તા પ્રેમીઓના રંગમાં ભંગ પાડ્યો હતો. સ્થળ પરથી ૨.૩૮ લાખની રોકડ સહિત ૫.૯૮ લાખનો મુદ્દામાલ કબ્જે કરી જુગારીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
    આ અંગે પ્રાપ્ત વિગત મુજબ મીરાનગર મેઇન રોડમાં રહેતા વંશ ઉમેશ ગણાત્રા તેના મકાનમાં જુગારની ક્લબ ચલાવતો હોવાની બાતમીને આધારે સી ડિવિઝન પોલીસે ગઈકાલે બપોરે દરોડો પાડ્યો હતો. મકાનમાંથી જુગાર સંચાલક ઉપરાંત દિપક ઉર્ફે લાલો ચંદ્રકાંત ગણાત્રા (રહે ઝાંઝરડા રોડ), અમુભાઈ પરસોતમભાઈ સોલંકી (ઝાંઝરડા રોડ), રાજુભાઈ અમૃતભાઈ મોરધરીયા (વિસાવદર), અશોકભાઈ રસિકભાઈ વાછાણી (તળાવ દરવાજા), મહેશભાઈ ગોરધનભાઈ બારડ (ખલીલપુર રોડ), ભરતભાઈ મથુરા દાસ ઉનડકટ (ગીરીરાજ રોડ) મિતેશ ચુનીભાઇ કાનાબાર (ઝાંઝરડા રોડ) ને ઝડપી લીધા હતા. પોલીસે સ્થળ પરથી ૨.૩૮ લાખની રોકડ, ૧ કાર અને એક મોટરસાયકલ તથા આઠ મોબાઇલ સહિત ૫.૯૮ લાખનો મુદ્દામાલ કબ્જે કરી જુગારધારા ૪,૫ અન્વયે ગુન્હો નોંધે સી ડિવિઝન પીએસઆઇ વાળાએ વધુ કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application