BREAKING NEWS

જૂનાગઢ એસટી ડિવિઝનને આઠ નવી બસ ફાળવાઈ

  • June 01, 2026 10:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢ એસટી ડિવિઝનને છ ડિલકસ અને બે બસ ફાળવવામાં આવી છે. ડિવિઝનના નવ–ડેપો હેઠળ ૫૨૫ બસ દોડાવવામાં આવતી હતી જેમાં હવે વધારો થયો છે.એસટીમા મુસાફરી કરતા મુસાફરોને અવર–જવારમાં સરળતા રહે તે માટે એસટી નિગમ દ્રારા જીલ્લા વાઇઝ નવી બસ ફાળવવામાં આવી છે. જૂનાગઢ ડિવિઝનમા ચાર જીલ્લા ના નવ ડેપોનો સમાવેશ થાય છે. તાજેતરમાં નિગમ દ્રારા છ ડિલકસ અને બે બસ ફાળવવામાં આવી છે જે નવો ડેપો પૈકી માંગરોળ, વેરાવળ, જેતપુર ડેપોને એક અને કેશોદ તથા ધોરાજીમાં બે–બે બસ ફાળવવામાં આવી છે.  સુપર ડિલકસ બસ માંગરોળ રાજકોટ, વેરાવળ ભાવનગર, ઉપલેટા ગાંગરડી અને પોરબંદર અમદાવાદ ટ પર બે તથા મીડી બસ કેશોદ તથા ધોરાજી ટ પર કાર્યરત કરવામાં આવી છે. વિભાગીય નિયામક ડાંગરના જણાવ્યા મુજબ જૂનાગઢ ડિવિઝનમા કુલ ૫૨૫ બસો હતી. જેમાં આઠ બસના વધારા સાથે હવે વિવિધ રૂટ પર ૫૩૩ બસ દોડાવવામાં આવી રહી છે..



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News