અમરેલીના બાબરાના નાની કુંડળ ગામે અને દામનગરમાં જુગાર રમતા આઠ શખ્સોને પોલીસે ઝડપી લઇ ૨૫,૫૧૦ની રોકડ મત્તા કબ્જે કરી તમામ સામે ગુનો નોંધ્યો હતો.
પોલીસ સૂત્રોમાં નોંધાયેલી વિગત મુજબ બાબરા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે, નાની કુંડળ ગામે જાહેરમાં કેટલાક શખસો તીનપતીનો જુગાર રમી પૈસાની હેરાફેરી કરી રહ્યા છે, જે બાતમીના આધારે દરોડો પાડી જગદિશ ઉર્ફે જગો ભોળાભાઇ કટારીયા, (રહે.ઇત્તરીયા તા.ગઢડા), દિનેશ શંભુભાઇ ચૌહાણ (રહે.સાજણાવદર તા.ગઢડા), સુખા સોંડાભાઇ સોસા, વિભા જાગાભાઇ બારડ ,છગન મેરામભાઇ ધોરાળીયા (ત્રણેય રહે.ઇતરીયા તા.ગઢડા)ને ઝડપી લઇ રોકડ ૧૨,૬૮૦ની કબજે કરી કાર્યવાહી કરી હતી.
બીજા દરોડામાં દામનગર પોલીસે ભવાની ચોકમાં તીનપતી રમતા બટુક પુનાભાઇ ડાભી, મનહર પ્રેમજીભાઇ ગોહિલ, રાજેશ સુભાષભાઇ ગોસ્વામી, (ત્રણેય રહે.દામનગર)ને ઝડપી લઈ રોકડ ૧૨૮૩૦ની મતા કબ્જે કરી ગુનો નોંધ્યો હતો