ધ્રોલમાં ચામુંડા પ્લોટ વિસ્તારમાંથી જાહેરમાં ગંજી પાના વડે જુગાર રમી રહેલી ૪ મહિલા સહિતના આઠ પત્તા પ્રેમીઓ પકડાયા

  • March 23, 2024 01:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર જિલ્લાના ધ્રોલમાં ગઈકાલે  પોલીસે મોડી સાંજે જુગાર અંગે દરોડો પાડયો હતો, અને જાહેરમાં ગંજીપાના નો જુગાર રમી રહેલી ચાર મહિલા તથા ચાર પુરુષ સહીત ૮ પત્તા પ્રેમીઓની અટકાયત કરી લઇ તેઓ પાસેથી જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.
ધ્રોલ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી, કે ધ્રોલમાં ચામુંડા પ્લોટ વિસ્તારમાં કેટલાક સ્ત્રી-પુરુષો જાહેરમાં એકત્ર થઈને જુગાર રમી રહ્યા છે, જે બાતમીના આધારે ગઈકાલે ધ્રોલ પોલીસે દરોડો પાડયો હતો. જે દરોડા દરમિયાન ચાર મહિલા સહિતના આઠ પતા પ્રેમીઓ ગંજી પાના વડે જુગાર રમતાં મળી આવ્યા હતા.
આથી ધ્રોળ પોલીસે જુબેદાબેન કાદરભાઈ દલ, પરીનાબેન છોટુભાઈ મેઘાણી, હસીનાબેન ઇકબાલભાઈ લાડક, રુકસાના બેન ફિરોજભાઈ લાડક, તેમજ ફારૂક નુરમહંમદ વાઘેર, જાવીદ ફારુકભાઈ વાઘેર, કાદર અહમદભાઈ દલ, અને રાજેશ સમસુદ્દીનભાઈ ખોજા ની અટકાયત કરી લઈ, તેઓ પાસેથી રૂપિયા ૧૪,૭૨૦ ની રોકડ રકમ તેમજ જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.
***
બેડીમાં આંકડાશાસ્ત્રીની અટક
જામનગરના બેડી રાશનપરામાં રહેતા અસરફ હુશેન ગોરી નામના વાઘેર શખ્સને બેડી ઇકબાલ ચોક વિસ્તારમાં જાહેરમાં વર્લી મટકાના આંકડાનો જુગાર રમતા મરીન પોલીસે રોકડા ૮૩૦ અને આંકડા લખેલી ચિઠ્ઠી સાથે દબોચી લીધો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application