આજકાલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો
જેતપુર પોલીસે થાણાગાલોલ ગામે જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સોને રૂ.૧૦૪૨૦ની રોકડ સાથે અને દેરડી ધાર આવાસ ક્વાર્ટર પાસે જાહેરમાં જુગાર રમતા ત્રણ મહિલા સહિત ચાર શખસો રૂ.૩૪૦ની રોકડ સાથે પકડાતા જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.પ્રાપ્ત વિગત મુજબ, જેતપુર તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમ્યાન મળેલી બાતમીના આધારે થાણાગાલોલ ગામમાં અમરાપર રોડ પાસે મેલડી માંના મંદિર પાસે પીપળાના ઝાડ નીચે જાહેરમાં જુગાર રમતા થાણાગાલોલ ગામના રહેવાસી કાંતિ શામજીભાઈ પરમાર, બાબુ ગીગાભાઈ મકવાણા, ચેતન નાથાભાઈ અજાણા, મેરામ રણછોડભાઈ મકવાણાને પકડી પટમાંથી રૂ.૧૦૪૨૦ની રોકડ કબજે કરી જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી. જુગારના બીજા દરોડામાં, જેતપુર ઉદ્યોગનગર પોલીસે દેરડી ધાર આવાસ યોજના ક્વાર્ટર નં ૯૯૯ની બાજુમાં જાહેરમાં જુગાર રમતા એ જ ગામના રહેવાસી પાયલબેન મહેન્દ્રભાઈ પરમાર, નીતાબેન અશોકભાઈ ગોંડલીયા, ભાનુબેન પ્રવીણભાઈ કોચરા, રવિ જેન્તીભાઇ ચાંડપાને પકડી પટમાંથી રૂ.૩૪૦ની રોકડ કબજે કરી જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
ઓસ્ટ્રેલિયામાં ગ્રેટ વ્હાઇટ શાર્કના હુમલામાં તરવૈયાનું મોત: પ્રશાસને શાર્કને પકડીને મારી નાખવાનો આદેશ આપ્યો
કેરેબિયન સમુદ્રમાં શંકાસ્પદ ડ્રગ તસ્કર બોટ પર અમેરિકી સેનાનો ભયાનક હુમલો: 4 ના મોત, સંચાલન સામે સવાલો
પાપુઆ ન્યૂ ગિનીમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા: રિક્ટર સ્કેલ પર 6.1 ની તીવ્રતા નોંધાઈ, 114 કિલોમીટર ઊંડાઈએ કેન્દ્રબિંદુ
રાજકોટમાં વાહનની વિગતો મોકલી સાયબર ગઠિયાઓએ વેપારીના ખાતામાંથી સેરવી લીધા રૂ.8.12 લાખ
નીતા અંબાણીએ ગણપતિ બાપ્પાની ડિઝાઈનવાળો હાર પહેર્યો, લીલી સાડીમાં દેખાયો શાહી અંદાજ
Copyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech