દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ત્રણ સ્થળોએ જુગાર દરોડામાં આઠ શખ્સો ઝડપાયા

  • January 01, 2024 10:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયામાં આવેલી બેન્ક ઓફ બરોડા પાસેથી પોલીસે હરેશ શામજી રાઠોડ અને મયુર ઉર્ફે મિથુનને વરલી મટકાના જુગાર રમતા ઝડપી લઇ, રૂ. ૧૦,૦૩૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ દરોડા દરમિયાન જામનગરનો નિખિલ ઉર્ફે લાલો દીપસિંહ પોલીસને હાથ લાગ્યો ન હતો.
ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામેથી પોલીસે અસલમ જુનસ સુંભણીયા (ઉ.વ. ૨૫) ને વરલી મટકાના આંકડા વડે જુગાર રમતા ઝડપી લીધો હતો. મીઠાપુર પોલીસે લક્ષ્મણ રામા ચાસીયા, કનુ રાણા ચાનપા, જશુભા અજાભા સુમણીયા અને દેવુભા માણેકભા સુમણીયાને તીનપત્તીનો જુગાર રમતા રૂપિયા ૨,૭૫૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application