પડધરી પોલીસ ખંભાળા ગામની સીમમાં વાડી પાસે ટોર્ચના અજવાળે જુગાર રમતા વાડી માલિક સહિત આઠ શખસોને પોલીસે ઝડપી લીધા હતા. પોલીસે પટમાંી રોકડ રૂપિયા ૩૫,૭૦૦ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
જુગારના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, પડધરી પોલીસ મકના એએસઆઈ ભગીરસિંહ જાડેજા, કોન્સ્ટેબલ વિનોદભાઈ વેગડ,જીતેન્દ્રસિંહ જાડેજા, સુમિતભાઈ પનાળીયા સહિતનો સ્ટાફ નાઈટ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન મળેલી બાતમીના આધારે ખંભળા ગામ પાસે જીબ્રાના વુડસ રોડ પાસે કાનાભાઈ છૈયાની વાડીની બાજુમાં ખુલ્લા ખરાબામાં ટોર્ચના અજવાળે જુગાર રમતા આઠ શખસોને પોલીસે ઝડપી લીધા હતા. ઝડપાયેલા શખસોમાં વાડીમાલિક કાના હીરાભાઈ છૈયા (રહે. મુંજકા) ઉપરાંત પ્રભાત નરસંગભાઇ ડાંગર (રહે. વેજા ગામ), નીરૂ ભાયાભાઈ છૈયા (રહે. મુંજકા), અરવિંદ નારણભાઈ રાઠોડ (રહે. હરીપર પાળ), રાયમલ ભાયાભાઈ છૈયા (રહે.મુંજકા), કાડ ઓદીભાઈ છૈયા (રહે.મુંજકા), મેરામ નારણભાઈ રાઠોડ (રહે. હરીપર પાળ) અને હરી મેણંદભાઈ મંડ(રહે. સાધુવાસવાણી રોડ, રાજકોટ)નો સમાવેશ ાય છે.પોલીસે પટમાંી રોકડ રૂપિયા ૩૫,૭૦૦ કબજે કરી જરૂરી કાર્યવાહી કરી હતી.
જુગારના અન્ય દરોડામાં પડધરી પોલીસે હડમતીયા ગામની સીમમાં આવેલા મોગલમાના મંદિર સામે બાવળની જાળીમાં ખુલી જગ્યામાં જુગાર રમતા રાજદીપ બળવંતસિંહ જાડેજા (રહે.જારીયા તા. ધ્રોલ) અને પિયુષ ઉર્ફે કાનો ભરતભાઈ સોલંકી (રહે. હડમતીયા)ને ઝડપી લીધા હતા. પોલીસે તેમની પાસેી રોકડ રૂપિયા ૧૦૭૦ કબજે કર્યા હતા. આ ઉપરાંત ધોરાજી તાલુકા પોલીસે ઉમરકોટ ગામે ચામુંડા માતાના મઢ પાસે જાહેરમાં જુગાર રમતા રાજેશના શાંતિના ગોહિલ અને રજાક હાસમભાઈ ખેરાડી (રહે. બંને ઉમરકોટ તા. ધોરાજી) ને ઝડપી લઇ તેમની પાસેી રોકડ રૂપિયા ૧૨૫૦ કબજે કર્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર જિલ્લાની ૨૬૬ ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટેનું રોટેશન જાહેર કરતું ચૂંટણી પંચ
May 02, 2025 04:54 PMદેવભૂમિ દ્વારકા જિલ્લા સ્વાગત કાર્યક્રમ તા.૨૨ મેના રોજ યોજાશે
May 02, 2025 04:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech