BREAKING NEWS

અલ નીનોની આગાહીના કારણે ચિંતા વધી ૨૦૨૭માં ગરમીના નવા રેકોર્ડની શકયતા

  • August 22, 2026 02:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અલ નીનોને લઈને હવામાન નિષ્ણાતોની નવી આગાહીએ દુનિયાભરમાં ચિંતા વધારી છે. બ્રિટનના હવામાન વિભાગના અનુમાન મુજબ, જો વર્તમાન પરિસ્થિતિઓ યથાવત્ રહી તો ૨૦૨૭માં આવનાર અલ નીનો આ સદીનો સૌથી શકિતશાળી અલ નીનો બની શકે છે. તેની અસર માત્ર તાપમાન પૂરતી મર્યાદિત નહીં રહે, પરંતુ વરસાદ, ખેતી અને વૈશ્વિક અર્થતત્રં પર પણ જોવા મળી શકે છે.હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ, અલ નીનોના કારણે ૨૦૨૭માં વૈશ્વિક તાપમાન ૨૦૨૪ના વિક્રમને પણ પાછળ છોડી શકે છે. ૨૦૨૪ પહેલેથી જ અત્યતં ગરમ વર્ષેામાં સામેલ રહ્યું હતું. અલ નીનો સામાન્ય રીતે કેટલાક મહિનાઓથી લઈને લગભગ એક વર્ષ સુધી વૈશ્વિક હવામાનને અસર કરી શકે છે. તેથી તેની અસર આગામી વર્ષેામાં પણ જોવા મળવાની શકયતા છે.અલ નીનો સાથે પ્રશાંત મહાસાગરના સમુદ્ર સપાટીના તાપમાનનો સીધો સંબધં છે. તાપમાનમાં સતત વધારો વૈશ્વિક હવામાન પ્રણાલીમાં મોટા ફેરફારો લાવી શકે છે. જોકે બ્રિટનના હવામાન વિભાગે હજુ સુધી ૨૦૨૭ના અલ નીનો અંગે સત્તાવાર આગાહી જાહેર કરી નથી. નિષ્ણાતોનું કહેવું છે કે જો વર્તમાન અનુમાનો સાચા સાબિત થશે તો વિશ્વના અનેક વિસ્તારોમાં ભારે ગરમી અને હવામાનની આત્યંતિક ઘટનાઓનું જોખમ વધી શકે છે.અલ નીનોની સૌથી મોટી અસર ભારતના ચોમાસા અને કૃષિ ક્ષેત્ર પર પડી શકે છે. ઓછા વરસાદને કારણે ખરીફ ઉપરાંત રબી પાકને પણ નુકસાન થવાની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે. કેટલાક અહેવાલો અનુસાર, ચોમાસા દરમિયાન સામાન્ય કરતાં ઓછો વરસાદ રહેવાની શકયતા છે. વરસાદમાં ઘટાડો અને તાપમાનમાં વધારો બંને મળીને ખેતી માટે પડકાર ઊભો કરી શકે છે. ખાસ કરીને અનાજ, કઠોળ અને અન્ય કૃષિ પેદાશોના ઉત્પાદન પર અસર પડે તો બજારમાં પુરવઠો ઘટી શકે છે. પરિણામે ખાધ ચીજવસ્તુઓના ભાવમાં વધારો થવાની શકયતા પણ રહે છે.હવામાન નિષ્ણાતોના મતે, જો મજબૂત અલ નીનો વિકસે તો ૨૦૨૭માં હીટવેવની તીવ્રતા અને આવર્તન વધી શકે છે. વૈશ્વિક તાપમાનમાં અસામાન્ય વધારો માનવ આરોગ્ય, પાણીની ઉપલબ્ધતા, વીજળીની માંગ અને કૃષિ ઉત્પાદન પર વધારાનું દબાણ ઊભું કરી શકે છે. જોકે, નિષ્ણાતો સ્પષ્ટ્ર કરે છે કે આ તબક્કે ૨૦૨૭ માટે ચોક્કસ આગાહી કરવી વહેલી છે. અલ નીનોની તીવ્રતા અને તેની વાસ્તવિક અસર અંગે આગામી મહિનાઓમાં વધુ સ્પષ્ટ્રતા થશે. તેમ છતાં, વર્તમાન સંકેતોને કારણે ભારત સહિત દુનિયાના દેશો માટે વધતી ગરમી, વરસાદની અનિશ્ચિતતા અને કૃષિ પર પડનારી અસર અંગે સાવચેતી રાખવી જરી બની છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application