ધોરાજીમાંથી પુત્રના પ્રેમ પ્રકરણ મામલે પ્રોઢવયના પિતાનું પાંચ શખસો કારમાં અપહરણ કરી ગયા છે. જે અંગે પોલીસને જાણ કરતા પોલીસે ગુનો નોંધી અપહ્યુત પ્રૌઢને મુકત કરવવા અને આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
બનાવ અંગે જેતપુરમાં બસ સ્ટેન્ડ પાસે ગુજરાતી વાડીમાં રહેતાં કૃપાલીબેન ઉર્ફે કૃપા ભાવીનભાઇ ચીતારા (ઉ.વ.૨૧) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે પ્રદ્યુમનસિંહ ઉર્ફે કાનો ભરતસિંહ વાળા (રહે ચક્કરગઢ રોડ અમરેલી), રાજેન્દ્રસિંહ જગદીશસિંહ ગોહિલ (રહે.ખડસલીયા, ભાવનગર), ઋષિરાજસિંહ ચંદ્રસિંહ વાળા (રહે. ગોકુળધામ સોસાયટી માધાપર કચ્છ), ગોપાલ વિઠ્ઠલ ડાંગર (રહે.ગંગાનગર શેરી અમરેલી) જીગ્નેશ સૂર્યદાશ અગ્રવાત (રહે. ચક્કરગઢ રોડ અમરેલી) ના નામ આપ્યા છે.
ફરીયાદીએ જણાવ્યું હતું કે, તે એક ભાઇ તથા એક બહેન છે. નાનો ભાઈ દિક્ષીત ઉર્ફે દિશુ છે. તેણીના લગ્ન નવેક મહીના પહેલા થયેલ છે. તેણીના નાના ભાઈ દિશુને અમરેલી ફાટક પાસે રહેતી હેતુ નામની છોકરી સાથે પ્રેમસબંધ હોય જેથી ગઇ તા.૧૫ ના દિશુ આ હેતુને લઇને ભાગી ગયો હતો. જેથી ગઇ તા.૧૬ ના બપોરના ચારેક વાગ્યે તેણીને ફોન આવેલ અને સામે કોઈ ભાઈ હોય તેણે કહેલ કે. તમારો ભાઈ દિશુ તમારે ત્યા છે ? જેથી ના પાડતા તરત જ ફોન કાપી નાખેલ હતો. આ ભાઇ તેણીના મમ્મી પપ્પાના ઘરેથી બોલતો હોય તેવુ લાગતા સાંજના તેણીએ મમ્મી પપ્પા જે ધોરાજી, પાણીકોઠા રોડ, કામદાર શેરી, જયંત શોપીંગ મોલ પાસે રહે છે ત્યા આવેલ ત્યારે મમ્મીએ વાત કરેલ કે, અમરેલીથી હેતુનો ભાઇ કાનો તથા તેની સાથે અજાણ્યા માણસો આપણા ઘરે હેતુ અને દિશુને શોધવા આવેલ હતા.
આપણા ઘરમાં આવી કાનો કહેવા લાગેલ કે, 24 કલાકમાં જો હેતુ ન મળી તો તમારા દિકરાને ભુલી જાજો, તમારા ઘરવાળાને પણ ઉપાડી લેશુ અને તેની લાશ પણ નહીં મળે તેમ કહી અપહરણ કરી જાનથી મારી નાખવાની ધમકી આપીને જતા રહેલ છે. ત્યારબાદ તેણી મમ્મી પપ્પાને ત્યા ધોરાજી જ રોકાય ગયેલ.
બાદ ગઈ તા.૧૮ ના બપોર બાદ છએક વાગ્યે ધોરાજી, ખરાવાડ પ્લોટમાં રહેતા ફઇ નૈનાબેનના ઘરે તેઓ હાજર હતા ત્યારે બાઈકમાં હેતુનો ભાઈ કાનો તથા તેની સાથે બે અજાણ્યા ભાઇઓ અને બીજી બાઈકમાં તેણીના પપ્પા આવી પપ્પાને સાથે રાખી ફઈના ઘરમાં અંદર આવી બધે ચેક કરવા લાગેલ ત્યારબાદ નીચે શેરીમાં જતા રહેલ. ત્યા આ ત્રણેય પપ્પા સાથે કાંઇક વાત કરેલ અને બાદમાં કાનાએ કોઈની સાથે ફોનમાં કરતાં ત્યા એક ફોરવ્હીલ આવેલ તેમાંથી ત્રણ અજાણ્યા શખ્સો નીચે ઉતરતા હતા. ત્યારે કાનાએ ગાડીમાં જ બેસી રહેવાનુ કહેલ અને બાદમાં પપ્પાએ કહેલ કે, હુ ચા પિતો આવુ ઘરે મમ્મીને કઇ દેજે.
ત્યારબાદ કાના સાથે આવેલ શખ્સો અને તેણીના પપ્પા બાઈક લઇને જતા રહેલ. થોડીવાર બાદ પપ્પાને ફોન કરેલ કે, તમે કઈ બાજુ ચા પીવો છો ? જેથી તેઓએ કહેલ કે, હાઇવે ઉપર પનઘટ હોટલે છીએ. ત્યાર બાદ ફરિયાદીએ તેના પિતાને ફોન કરતા તેનો સ્વીચ ઓફ આવવા લાગેલ જેથી મમ્મીને બનાવની વાત કરતા મમ્મીએ કહેલ કે, આ લોકો ૫હેલા આપણી ઘરે આવેલ હતા અને બધુ ચેક કરીને નૈનાબેનના ઘરે ગયેલ હતા. ફરીયાદીનાં અમરેલીમાં કુટુંબી બહેન જીજ્ઞાબેન ગંગાજળીયા રહેતા હોય અને અગાઉ તેના ઘરે રોકાવા જતી અને આ કાનો ઘરની બાજુમાં રહેતો હોય જેથી તે કાનાને ઓળખે છે.
જેથી આરોપીઓ તેમના પિતાનું અપહરણ કરી નાસી છૂટતાં ફરીયાદ નોંધાવી હતી. બનાવની ફરિયાદ પરથી પોલીસે ગુનો નોંધી ચારેક આરોપીની ધરપકડ કરી છે જ્યારે અન્ય શખ્સોની શોધખોળ યથાવત રાખી છે.