BREAKING NEWS

મીઠાપુરમાં ટ્રકની ઠોકરે સ્કૂટર સવાર વૃદ્ધનું મૃત્યુ: જામનગર સારવારમાં દમ તોડયો : ટ્રકચાલકની શોધખોળ

  • December 03, 2025 12:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ઓખા મંડળના મીઠાપુર તાબેના સુરજકરાડી ગામે રહેતા ધીરજલાલ વૃજલાલ તન્ના નામના ૭૨ વર્ષના વેપારી વૃદ્ધ તા. ૨૫ નવેમ્બરના રોજ તેમના જી.જે. ૩૭ એલ. ૯૮૬૫ નંબરના જ્યુપીટર મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યા હતા, ત્યારે જી.આઈ.ડી.સી. વિસ્તારમાં પહોંચતા આ માર્ગ પર પૂરઝડપે અને બેફીકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. ૩૭ વી. ૧૦૧૦ નંબરના એક ટ્રકના ચાલકે સ્કૂટર સવાર ધીરજલાલ તન્નાને અડફેટે લેતા તેમને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ થતા સારવાર અર્થે જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું.
​​​​​​​

આ બનાવ અંગે મૃતકના પુત્ર હિતેશભાઈ ધીરજલાલ તન્ના (ઉ.વ. ૪૦, રહે. સુરજકરાડી)ની ફરિયાદ પરથી મીઠાપુર પોલીસે ટ્રકના ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. જે.એમ. અગ્રાવત દ્વારા હાથ ધરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application