જામનગરના ઠેબા ચોકડી માલધારી હોટલ પાછળ બે દિવસ પહેલા મોટી ભલસાણ ગામના વૃઘ્ધ પર ધોકા, પાઇપથી હુમલો કરી ફ્રેકચર સહિતની ઇજા પહોચાડવામાં આવી હોવાની ફરીયાદ બે અજાણ્યા ઇસમો વિરુઘ્ધ નોંધાવવામાં આવી છે, સમાધાન કરાવવા જતા હોય જે બાબતનો ખાર રાખીને આ હુમલો કરાયો હોવાનુ પોલીસ ચોપડે નોંધાયુ છે.
જામનગર નજીક મોટી ભલસાણ ગામ વાણીયા ગામના પાટીયા પાસે રહેતા ગોવિંદભાઇ હીરાભાઇ ગેડા (ઉ.વ.૫૮) નામના વૃઘ્ધે ગઇકાલે સીટી-એ ડીવીઝનમાં બે અજાણ્યા ઇસમો આશરે ૨૫ થી ૩૦ વર્ષના કબુતરી કલરના ટીશર્ટ પહેરેલની વિરુઘ્ધ જુદી જુદી કલમો મુજબ ફરીયાદ નોંધાવી છે.
પોલીસમાં નોંધાવેલી વિગતો અનુસાર ફરીયાદી ગોવિંદભાઇના કુુટુંબી કાકાની દિકરી બહેન ભાનુબેનના લગ્ન દિલીપભાઇ ધ્રુવ રહે. હર્ષદમીલ ચાલી નજીકવાળા સાથે થયા હતા આશરે ચાર મહીના પહેલા દિલીપભાઇને અન્ય કોઇ સ્ત્રી સાથે મનમેળ હોય જે બાબતે અવાર નવાર બોલાચાલી થતી હોય જેથી ફરીયાદીના બહેનને ઘરમાંથી કાઢી મુકી હોય અને ફરીયાદી સમાજના આગેવાન તરીકે સમાધાન કરવા જતા હોય જે બાબતનો ખાર રાખી ગત તા. ૨૨ના બપોરના ૩-૩૦ વાગ્યાના સુમારે ગોવિંદભાઇ ઠેબા ચોકડી માલધારી હોટલની પાછળ પેશાબ કરવા માટે ગયા હતા.
એ વેળાએ બે અજાણ્યા શખ્સો ત્યા ધસી આવી આડેધડ ધોકા અને પાઇપ વડે હુમલો કરી ગોઠણની નીચે બે-ત્રણ ઘા માર્યા હતા તેમજ ધોકા વડે હાથ-પગ, પીઠમાં ઘા ઝીંકી દેતા પગ-આંગળામાં ફ્રેકચર જેવી પહોચાડી એકબીજાને મદદગારી કરી હતી. ઇજાગ્રસ્તને સારવાર માટે જી.જી. હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે. ગઇકાલે નોંધાવેલી ફરીયાદના આધારે સીટી-એ ડીવીઝન પોલીસ દ્વારા અજાણ્યા ઇસમોની શોધખોળ આદરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application