BREAKING NEWS

સરકારી જમીન પરના દબાણ બાબતે તલાટીનું ધ્યાન દોરતા વૃદ્ધાને જાનથી મારી નાખવા ધમકી

  • May 16, 2026 11:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જસદણ તાલુકાના જંગવડ ગામમાં સરકારી જમીન પરના દબાણ અંગે તલાટી મંત્રીનું ધ્યાન દોરવા બાબતે વૃધ્ધાને ધારીયાના ઘા ઝીંકી જાનથી મારી નાંખવાની ધમકી આપતાં જસદણ પોલીસ મથકમાં માતા–પુત્ર સામે ગુનો નોંધાયો હતો.બનાવ અંગે જસદણના જંગવડ ગામે રહેતાં કુંવરબેન બાવચંદભાઈ મકવાણા (ઉવ.૭૦) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે લાલજી ઉર્ફે લાદેન ગોબર ધોડકીયા અને લીલાબેન ગોબર ધોડકીયા (રહે. બંને જંગવડ) ના નામ આપ્યા છે. વૃદ્ધાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઇ તા. ૧૨ ના જંગવડ ગામે જુના રામજી મંદીર પાસે તેઓનું જુનુ મકાન આવ્યું છે, જે મકાને તેઓ અને તેમનો પુત્ર રમેશભાઇ રિપેરીંગ કરતા હતા ત્યારે ગામના તલાટી મંત્રી આવ્યા હતાં. જેથી ત્યાં શેરીમાં લાલજી ઉર્ફે લાદેન ઘોડકીયાએ દબાણ કરેલ હોય જે દબાણ મંત્રીનું ધ્યાન દોયુ હતું. દરમિયાન લાલજી ઘોડકીયા માતા–પુત્રને ગાળો દેવા લાગેલ જેથી ગાળો બોલવાની ના પાડતા તે તેના ઘરેથી લોખંડનુ ધારીયુ તથા તેમના મમ્મી લીલાબેન ઘોડકીયા લોખંડનો પાઇપ લઇને આવેલ જેથી તેઓ માતા–પુત્ર મકાનની અંદર જતા રહ્યા હતા. બાદમાં લાલજી ડેલી પાસે આવી માતા–પુત્રને કહેલ કે, હવે પછી મારા મકાનના દબાણ બાબતે કોઇને રજુઆત કરી છે, તો તને તથા તારા દિકરાને જાનથી મારી નાખીશ તેમ કહી મોટા અવાજથી ગાળો બોલવા લાગેલ હતો. જે બાદ લોકો આવી જતા લાદેન બોલતો હતો કે બહાર નિકળો કાપી નાખવા છે અને જાનથી મારી નાખવા છે.
ફરીયાદીએ બનાવના કારણ અંગે જણાવ્યું હતું કે, તેઓને મકાન રિપેરીંગનુ કામકાજ હોય ત્યારે આ લાદેન કામ કરતા લોકોને હેરાન પરેશાન કરતો હોય જેથી તલાટી મંત્રીને બોલાવી આ લાદેન દ્રારા દબાણ કયુ છે તે બતાવતા ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application