BREAKING NEWS

મિલપરામાં પહેલે માળેથી પડી જતા 100 વર્ષીય વૃધ્ધાનું મોત

  • January 16, 2026 03:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરના મિલપરામાં ઘરે પહેલા માળેથી નીચે પટકાતા સતાયુ વયના વૃધ્ધાનું ગંભીર ઈજાઓ થવાથી મોત નીપજ્યું હતું. બનાવથી પરિવારમાં શોક છવાયો છે. બનાવની પ્રાપ્ત વિગત મુજબ કાંન્‍તા સ્‍ત્રીવિકાસ ગૃહ મેઇન રોડ પર મીલપરા શેરી નં.૧૩માં રહેતા કંકુબેન મનજીભાઇ મંજુરાસ (ઉ.વ.૧૦૦)ના કાલે બપોરે પોતાના ઘરે હતા ત્‍યારે પહેલા માળે આવેલી અગાશીએથી પડી જતા આસપાસન લોકો દોડી ગયા હતા અને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ થવાથી સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતા ત્‍યાં ચાલુ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે ભકિતનગર પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતકને સંતાનમાં અને ચાર પુત્રી છે. વૃધ્‍ધના મૃત્‍યુથી પરિવારમાં શોક વ્‍યાપી ગયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application