BREAKING NEWS

ચૂંટણીની આચાર સંહિતા બે દિવસ વહેલી પૂરી થયાની જાહેરાત કરતું ચૂંટણી આયોગ

  • April 29, 2026 11:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા તારીખ ૧ એપ્રિલના રોજ જાહેર કરવામાં આવેલા નોટિફિકેશનથી સમગ્ર રાજ્યમાં ચૂંટણી આચાર સહિતા લાગુ પાડવામાં આવી હતી અને તેના કારણે રોજિંદા કામ સિવાયના મોટાભાગના કામ સ્થગિત થઈ ગયા હતા. નવા કામો મંજૂર કરવાનું અને શરૂ કરવાનું પણ બંધ વઈ ગયું હતું. પરંતુ ગઈકાલે મોડી સાંજ સુધીમાં તમામ પરિણામો જાહેર વતાં ચૂંટણી આયોગે આચાર સંહિતા પણ ઉઠાવી લીધી છે.રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જયારે ઈલેકશનનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું ત્યારે ૩૦ એપ્રિલ સુધી ચૂંટણી આચારસંહિતા લાગુ રહેશે તેવો વિગતવાર શેડ્યુલ જાહેર કરીને જણાવ્યું હતું. પરંતુ ગઈકાલે સાંજે લગભગ તમામ પરિણામો જાહેર થઈ ગયા બાદ રાજ્ય ચૂંટણી આયોગના સચિવ આર.જી.ગોહિલે જાહેરાત કરી છે કે મતગણતરી પૂરી વતાં ત્રણ તાલુકા પંચાયત મતદાર મંડળના વિસ્તાર સિવાયના સમગ્ર રાજ્યમાં હવે આદર્શ આચાર સંહિતા અમલમાં રહેતી નવી.ચૂંટણી આયોગે જણાવ્યું છે કે તારીખ ૨૭ એપ્રિલ ૨૦૨૬ ના નોટિફિકેશનવી સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના ઇતરીયા તાલુકા પંચાયત મતદાર મંડળમાં, સુરત જિલ્લાના બારડોલી તાલુકાના અસ્તાન તાલુકા પંચાયત મતદાર મંડળમાં અને અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના દહેગામડા તાલુકા પંચાયત મતદાર મંડળમાં ચૂંટણી કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો હોવાથી આ ત્રણ તાલુકા પંચાયત મતદાર મંડળોના વિસ્તારમાં જ્યાં સુધી ચૂંટણી પ્રક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી આદર્શ આચાર સહિતાનો અમલચુસ્ત રીતે કરવાનો રહેશે. પરંતુ તે સિવાયના રાજ્યના અન્ય તમામ વિસ્તારોમાં આચારસંહિતા ગઈકાલ સાંજથી ઉઠાવી લેવામાં આવી છે. મહાનગરપાલિકાઓ,નગરપાલિકાઓ, ૩૪ જિલ્લા પંચાયતો,૨૬૦ તાલુકા પંચાયતોની સામાન્યચૂંટણીઓ અને ૧૧ નગરપાલિકાઓમાં પ્રસંગોપાત ખાલી પડેલી ૧૩ બેઠકનીપેટા ચૂંટણીઓ તારીખ ૨૬ એપ્રિલના રોજ યોજવામાં આવી હતી અને ગઈકાલે તારીખ ૨૮ ના રોજ મતગણતરી હાવ ઘરવામાં આવી હતી. ચૂંટણીનું નોટિફિકેશન બહાર પડયા પછી આચાર સહિતા ટૂંકા સમય માટે અમલમાં રહી છે. જોકે સમગ્ર રાજ્ય માટે અસર કરતા હોવાના કારણે અનેક કામો અટકી પડ્યા હતા પરંતુ હવે તે ફરી શરૂ થઈ જશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application