રાજકોટ મહાપાલિકામાં આવતીકાલે સવારે ૧૨ કલાકે ચેરમેન જયમીન ભાઇ ઠાકરના અધ્યક્ષ સ્થાને મળનારી સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં વિવિધ વિકાસકામોની ૮૨ દરખાસ્તો અંગે નિર્ણય લેવાશે જેમાં મુખ્યત્વે રેલનગરમાં શાકમાર્કેટ અને ફૂડ ઝોન, મુંજકામાં પાણીનો ટાંકો, મવડી કણકોટ રોડ ઉપર કોમ્યુનિટી હોલ, વાવડીમાં તપન હાઇટ્સ પાસે ફાયર બ્રિગેડ સ્ટેશન, પ્રદ્યુમન પાર્ક ઝૂના ફૂડકોર્ટ અને પે એન્ડ પાર્ક સાઇટ્સ ના કોન્ટ્રાક્ટ સહિતની દરખાસ્તો છે.
આ ઉપરાંત મેન્ટેનન્સને લગતા વિવિધ કામો તેમજ સ્વિસ એજન્સી અને ઇકલી સાઉથ એશિયા સાથે કરાર કરવા, રેસકોર્સ ની સ્કેટિંગ રિંક ભાડે આપવા, ખાલી પડેલા ૧૦૫૬ આવાસો લાભાર્થીઓને આપવા, ૭૫ લાખમાં દિવાળી કાર્નિવલનો કોન્ટ્રાક્ટ આપવા, માધાપર અને મનહર પુરમાં મેટલિંગ કરવા, વોર્ડ નં.૫ની માલધારી સોસાયટીમાં નવું આરોગ્ય કેન્દ્ર બનાવવા સહિતની સહિત ની દરખાસ્તો સમાવિષ્ટ છે.