BREAKING NEWS

ઈલોન મસ્કે શિવોન ગિલિસથી થયેલા પોતાના એક પુત્રનું નામ શેખર પાડ્યું

  • December 01, 2025 10:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિશ્વના સૌથી ધનિક ઉદ્યોગપતિઓમાંના એક ઈલોન મસ્કે ખુલાસો કર્યો છે કે તેમના એક પુત્રનું નામ શેખર છે. આ નામનું કારણ તેમના ભારતીય-અમેરિકન પાર્ટનર શિવોન ગિલિસ છે. મસ્કે કહ્યું કે તેમણે તેમના પુત્રનું નામ નોબેલ પુરસ્કાર વિજેતા ભારતીય-અમેરિકન ખગોળ ભૌતિકશાસ્ત્રી સુબ્રમણ્યમ ચંદ્રશેખરના માનમાં શેખર રાખ્યું છે. શિવોન ગિલિસ ન્યુરાલિંકમાં એક એક્ઝિક્યુટિવ છે અને તેને ઈલોન મસ્ક સાથેના સંબંધોથી ચાર બાળકો અવતર્યા છે.

મસ્કે એક શોમાં કહ્યું, "મને ખબર નથી કે તમે આ જાણો છો કે નહીં, પરંતુ મારા પાર્ટનર શિવોન અડધો ભારતીય છે. અમારા એક પુત્રનું નામ, ચંદ્રશેખરના નામ પરથી શેખર છે." મસ્કે યુનાઇટેડ સ્ટેટ્સમાં ભારતીય વ્યાવસાયિકોના યોગદાનની પ્રશંસા કરતા કહ્યું કે ભારતીય પ્રતિભાએ અમેરિકાને ફાયદો પહોંચાડ્યો છે.

જ્યારે પૂછવામાં આવ્યું કે શું શિવોન ગિલિસ ક્યારેય ભારતમાં રહ્યા હતા, ત્યારે મસ્કે કહ્યું, "હું બહુ સારી રીતે જાણતો નથી. તે કેનેડામાં ઉછરી છે, પરંતુ ભારત સાથે તેમનો સંબંધ પૂર્વજોનો છે." શિવોન ગિલિસ એક ટેક અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) વ્યાવસાયિક છે. તેણી 2017 માં ન્યુરાલિંકમાં જોડાઈ હતી અને હાલમાં કંપનીના ઓપરેશન્સ અને સ્પેશિયલ પ્રોજેક્ટ્સના ડિરેક્ટર છે.

મસ્ક અને ગિલિસ ઘણા વર્ષોથી સાથે છે. તેમને 2021 માં જોડિયા બાળકો, સ્ટ્રાઇડર અને એઝ્યુર જનમ્યાં હતા. તેમની પુત્રી, આર્કેડિયા, ફેબ્રુઆરી 2024 માં જન્મી હતી. ગિલિસે પાછળથી ચોથા બાળક, સેલ્ડન લાઇકર્ગસના જન્મની જાહેરાત કરી. મસ્કને તેના બીજા જીવનસાથી સાથે પણ ઘણા બાળકો છે. તે ઘણીવાર તેના બાળકોના નામ માટે સમાચારમાં રહે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application