BREAKING NEWS

ફાલ્કન પંપમાં 1.40 લાખની કોપર વાયર ચોરીમાં કર્મચારી ઝડપાયો

  • October 14, 2025 03:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
રાજકોટ શહેરના વાવડી ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં આવેલ ફાલ્કન પંપમાં પ્રેસ ખાતાના વર્કર તરીકે કામ કરતો હાલ રાજકોટમાં રહેતો પરપ્રાંતિય કર્મચારી ફાલ્કન પંપમાં મોટર ફીટીંગ ખાતામાંથી અન્ય કર્મચારીઓને ધ્યાન બહાર પાણીના જગમાં કોપર વાયર છુપાવી ૧.૪૦ લાખનો કોપરરોડ ચોરી કર્યો હોવાનું કર્મચારીઓના ધ્યાને આવી જતા આઇટી એન્જિનિયર એ પૂછપરછ હાથ ધરતા ચોરી કર્યાનું સ્વીકાર્યા બાદ મોકો જોઈ નાસી છૂટતા આ અંગે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા ના ગણતરીના જ કલાકોમાં ક્રાઈમ બ્રાન્ચે આરોપીને ઝડપી પોલીસને સોપ્યો હતો.


પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ શહેરના તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેમાં જુના જાગનાથ ચારમાં આભા એપાર્ટમેન્ટમાં રહેતા રાજેન્દ્રસિંહ દિલીપસિંહ જાડેજા ઉંમર 38 વાળાએ ફરિયાદમાં જણાવ્યા મુજબ પોતે ફાલ્કન પંપ કંપનીમાં આઈ ટી એન્જિનિયર તરીકે ફરજ બજાવતા હોવાનું જણાવ્યું હતું.


વધુમાં જણાવ્યા મુજબ તારીખ 21/ 9/ 2025ના રોજ ફાલ્કન પંપમાં બપોરે 1:30 વાગ્યાના લંચ ના સમયે ફાલ્કન પંપના પ્રોડક્શન સુપરવાઇઝર મુકેશભાઈ ભાલોડીયાએ જણાવેલ કે ફાલ્કન પંપ ખાતે પ્રેસ ખાતાના વર્કર તરીકે કામ કરતો અમોદકુમાર રામસોગારથસિંગ સ્ટોર ડિપાર્ટમેન્ટ ખાતેથી એક પ્લાસ્ટિકના પાણીના જગમાં કોપર વાયરરોડ ચોરી કરી લઈ જતો હોવાનું અને આ ચોરીનો માલ ડાય કાસ્ટ ડિપાર્ટમેન્ટ ખાતે છુપાવી રાખેલ છે તેવું જણાવ્યું હતું.


જેથી મોટર ફીટીંગ ખાતામાં નોકરી કરતા અન્ય કર્મચારી મહાવીર રામ એ આ પાણીના જગમાં કોપર રોડ ભરી છુપાવતા આરોપી અમોદ કુમાર સિંગને નજરે જોયો હતો જેથી તે પાણીનો પ્લાસ્ટિકનો જગ ચેક કરતા 10 kg નું વજનનો કોપરનો રોડ મળી આવ્યો હતો જેથી આરોપી અમોદકુમાર સિંગને આ બાબતે પૂછતા તેણે કોપર વાયર છુપાવવાની કબુલાત આપી દીધી હતી.


ત્યારબાદ ડાયકાસ્ટ ડિપાર્ટમેન્ટ ખાતે ફાલ્કન પંપના કર્મચારી અને એન્જિનિયર સહિતનાઓ હાજર હતા તે દરમિયાન જ મોકો જોઈ આરોપી અમોદકુમારસીંગ ખુલ્લી બારીમાંથી કૂદકો લગાવી નાશી છૂટ્યો હતો જેને પકડવા માટે અન્ય સ્ટાફ પાછળ દોડીયા હતા પરંતુ હાથ લાગ્યો ન હતો જેથી કંપનીમાં તપાસ કરતા વધુ 200 કિલો કોપરના રોડ ગાયબ હોવાનું ધ્યાને આવતા અંતે તાલુકા પોલીસ મથકમાં આઇટી એન્જિનિયરએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કર્યો હતો.


આ અંગે ક્રાઈમ બ્રાન્ચ ડીસીપી જગદીશ બાંગરવાની સૂચનાથી પીઆઇ એમ.આર.ગોંડલીયા પીઆઇ એમ એલ ડામોર પીઆઇ સી.એચ.જાદવ અને ટીમે આ ચોરીના ગુના બાદ નાસી છૂટેલા આરોપી અમોદકુમાર ઉર્ફે અમન રામસ્વાર્થસિંઘ રાજપુત ઉંમર 32 રહે ગુલાબનગર કોઠારીયા માલધારી ફાટક, મૂળ બેદોલબાજ તહેસિલ,બિહાર વાળા ને રાજકોટ રેલવે સ્ટેશન નજીકથી ઝડપી તાલુકા પોલીસ મથકને સોંપ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application