હક માટે ઇમરાન હાશ્મીને કરોડો મળ્યા, યામી ગૌતમને અભિનેતાથી અડધી જ ફી મળી
હક માટે ઇમરાન હાશ્મીને કરોડો મળ્યા, યામી ગૌતમને અભિનેતાથી અડધી જ ફી મળી
October 31, 2025 12:11 PM
ઇમરાન હાશ્મી અને યામી ગૌતમની ફિલ્મ 'હક' આજકાલ ખૂબ ચર્ચામાં છે. આ ફિલ્મ 7 નવેમ્બરના રોજ રિલીઝ થવાની છે. વાર્તા 1985ના ઐતિહાસિક શાહ બાનો કેસથી પ્રેરિત છે. અહી કોને કેટલી ફી મળી છે તે જાણવું રસપ્રદ થઈ પડશે. ઈમરાન હાશ્મી ફિલ્મમાં યામી ગૌતમના પતિ અબ્બાસની ભૂમિકામાં છે.અભિનેતાને આ રોલ માટે ₹12 કરોડની ભારે ફી ચૂકવવામાં આવી છે. યામી ગૌતમ 'હક'માં શાઝિયા બાનોનો રોલ કરતી જોવા મળશે. અભિનેત્રીને આ રોલ માટે ઈમરાનની અડધી ફી મળી હતી. અભિનેત્રીએ 7 કરોડ રૂપિયા ચાર્જ કર્યા હતા.પીઢ બોલિવૂડ અભિનેત્રી શીબા ચઢ્ઢા પણ ફિલ્મ 'હક'માં મહત્વની ભૂમિકામાં જોવા મળશે. નિર્માતાઓએ આ ફિલ્મ માટે અભિનેત્રીને ₹1 કરોડ ફી ચૂકવી છે. આ ફિલ્મથી અભિનેત્રી વર્તિકા સિંહ બોલિવૂડમાં ડેબ્યૂ કરશે. તેની ફી વિશે કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી. ફિલ્મમાં તે ઇમરાનની બીજી પત્નીની ભૂમિકા ભજવશે. એસ. વર્મા દ્વારા દિગ્દર્શિત ઇમરાન હાશ્મી અને યામી ગૌતમની ફિલ્મ 'હક' આશરે ₹80 કરોડના બજેટમાં બનાવવામાં આવી છે. ઈમરાન અને યામી ગૌતમની ફિલ્મ ૭ નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. બંનેના ચાહકો તેના માટે ખૂબ જ ઉત્સાહિત છે. ઈમરાન હાશ્મી અગાઉ તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ધે કોલ હિમ ઓજીમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારો દેખાવ કર્યો હતો.