BREAKING NEWS

ગાઝિયાબાદમાં યુટ્યુબર સલીમ પર હુમલો કરનારનું એન્કાઉન્ટર

  • March 02, 2026 11:19 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના લોનીમાં યુટ્યુબર સલીમ વાસ્તિક કે જે પોતાને ભૂતપૂર્વ મુસ્લિમ તરીકે ઓળખાવે છે, તેના પર થયેલા જીવલેણ હુમલાનો મુખ્ય આરોપી ઝીશાન પોલીસ એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે. ઝીશાનને એન્કાઉન્ટર દરમિયાન બે ગોળી વાગી હતી અને હોસ્પિટલ લઈ જતી વખતે તેનું મોત નીપજ્યું હતું. નોંધપાત્ર વાત એ છે કે, એક દિવસ પહેલા જ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હુમલાખોરો સામે કડક કાર્યવાહીની જાહેરાત કરી હતી.3 દિવસ પૂર્વે બે બાઇક સવાર હુમલાખોરો સલીમ વાસ્તિકની ઓફિસમાં ઘૂસી ગયા અને તેમના ગળા અને પેટમાં વારંવાર છરાના ઘા ઝીંક્યા હતા.આથી ગંભીર રીતે ઘાયલ સલીમને સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો અને બાદમાં દિલ્હીની જીટીબી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. તેમની ગરદનની સર્જરી થઈ છે અને હજુ સુધી બીજી સર્જરી કરાવવાની બાકી છે. તેમની હાલત નાજુક ગણાવાઈ રહી છે.

નોંધનીય છે કે આ ઘટનાના એક દિવસ પહેલા, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સલીમ પર હુમલો કરનારાઓ સામે કડક કાર્યવાહીની જાહેરાત કરી હતી અને બીજા જ દિવસે મુખ્ય આરોપી ઝીશાન બીજા દિવસે લોનીમાં પોલીસ એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. અમરોહાના રહેવાસી ઝીશાનનું મોત નીપજ્યું હતું. એન્કાઉન્ટર બાદ, ઘટનાસ્થળે ભારે પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું હતું.જેથી સ્થિતિ વણસે નહી.

સલીમ વાસ્તિક, જે પોતાને ભૂતપૂર્વ મુસ્લિમ તરીકે ઓળખાવે છે અને યુટ્યુબ પર વિડિઓ બનાવે છે, તેને તેના વિડિઓ સામગ્રી અંગે સોશિયલ મીડિયા પર વારંવાર વિરોધ અને ધમકીઓનો સામનો કરવો પડ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેના વારંવારના નિવેદનોને કારણે કેટલાક વ્યક્તિઓ દ્વારા તેને નિશાન બનાવવામાં આવ્યો છે. પોલીસ સીસીટીવી ફૂટેજ અને અન્ય સંકેતોના આધારે અન્ય સંભવિત શંકાસ્પદોની ભૂમિકાની પણ તપાસ કરી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News