રાજકોટ મનપાની ચૂંટણીમાં ડિપોઝિટ ગુમાવનાર ઉમેદવારો માટેના હુકમો બજવણીની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. હાલમાં વધુ ૫૪ ઉમેદવારો માટે ડિપોઝિટ જમી માટેના હુકમ બજાવવામાં આવ્યા છે. ચૂંટણી પરિણામ બાદ અત્યાર સુધીમાં કુલ ૧૪૪ જેટલા ઉમેદવારોને હુકમ કરી ડિપોઝિટ જમ કરવામાં આવી છે. ચૂંટણી પરિણામ બાદ ૨૨ દિવસોમાં આ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. રાજકોટ મનપાની ચૂંટણી પરિણામ બાદ તંત્ર દ્વારા સમયાંતરે ડિપોઝિટ જમી હુકમ કરવામાં આવી રહ્યા હતા. રાજકોટના ૧૮ વોર્ડ માટેની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. જેમાં કુલ ૧૪૪ જેટલા હુકમ કરવામાં આવ્યા છે. છેલ્લા એક અઠવાડિયાની અંદર બાકી રહેલા વોર્ડ ૧ થી ૬માં કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. જેમાં વોર્ડ નંબર ૧માં ૧૩, ૨માં ૧૩, ૩માં ૬, ૪માં ૯, ૫માં ૮ અને ૬માં ૫ મળી કુલ બાકી રહેલા ૫૪ હુકમો કરી વહીવટી તંત્રએ કામગીરી પૂર્ણ કરી છે. રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણી ૨૬ એપ્રિલના રોજ યોજાઈ હતી. કુલ ૧૮ વોર્ડ માટે ૭૨ ઉમેદવારો ચૂંટાય ગયા છે જેનું પરિણામ તારીખ ૨૮ એપ્રિલના રોજ આવી ગયું છે. રાજ્ય ચૂંટણી પંચના નિયમો મુજબ, જો . ઉમેદવાર નિર્ધારિત મર્યાદા જેટલા મત મેળવવામાં નિષ્ફળ રહે, તો તેણે ફોર્મ ભરતી વખતે જમા કરાવેલી રકમ સરકારી તિજોરીમાં જમા થઈ જાય છે. નિયમ મુજબ કુલ મતના છઠ્ઠા ભાગથી ઓછા મત મળે તો તે ઉમેદવાર ડિપોઝિટ ગુમાવે છે. એટલે કે, જો કોઈ ઉમેદવારને તે વોર્ડ અથવા બેઠક પર પડેલા કુલ માન્ય મતોના છઠ્ઠા ભાગ કરતા ઓછા મત મળે, તો તેની ડિપોઝિટ જમ કરવામાં આવે છે. જેની ઉમેદવારને જાણ પ્રિસાઇડિંગ ઓફિસર દ્વારા હુકમ કરી કરવામાં આવે છે. ત્યારે આ કામગીરી ચૂંટણી તંત્રમાં રોકાયેલા સ્ટાફે પૂર્ણ કરી દીધી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application