BREAKING NEWS

સોમવારે જંગલેશ્વરમાં મેગા ડિમોલિશનઃ આખા રાજકોટને 'નો ડ્રોન ફ્લાય ઝોન' જાહેર કરવામાં આવ્યું

  • February 21, 2026 04:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જંગ્લેશ્વર વિસ્તારમાં દબાણ અંગે સોમવારે મેગા ડિમોલીશનની કાર્યવાહી થનાર હોય, આવા સંજોગોમાં દેશ વિરોધી સંગઠનો, આતંકવાદી અને ભાંગ ફોડીયા તત્વો માનવ રહિત રીમોટ સંચાલિત વિમાન જેવા સાધનો અથવા માનવ સંચાલિત નાની સાઇઝના વિમાન જેવા સંશાધનો અથવા એરો-સ્પોર્ટસમાં વપરાતા ઉપકરણોના ગેરલાભ લઇ જાહેર જનતાની સુરક્ષાને હાની પહોંચાડે તેવી શક્યતા નકારી શકાય તેમ ન હોય, જેથી રાજકોટ શહેરના તમામ વિસ્તારોમાં ‘'નો ડ્રોન ફ્લાય ઝોન" જાહેર કરવાની જરૂરીયાત જણાતી હોય, જેથી રાજકોટ શહેરના તમામ વિસ્તારોમાં રીમોટ કંન્ટ્રોલથી ચલાવવામાં આવતા ડ્રોન ક્વાડ કોપ્ટર,પાવર્ડ એરક્રાફટ, તેમજ માનવ સંચાલિત માઇક્રો લાઇટ એરક્રાફટ, હેંગ ગ્લાઇડર/પેરાગ્લાઇડર,પેરા મોટર,હોટ એર બલુન ,પેરા જમ્પીંગ ચલાવવાની કરવાની મનાઇ ફરમાવવા અંગે 'નો ડ્રોન ફ્લાય ઝોન'' જાહેર કરવા અંગેનું રાજકોટ શહેર પોલીસ કમિશ્નરની હકુમત હેઠળના વિસ્તારમાં સંદર્ભે જાહેરનામું પ્રસિધ્ધ કરવામા આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application