રાજકોટ મહાપાલિકાની વિવિધ શાખાના કુલ ૮૦૦ કર્મચારીઓને ચૂંટણી ફરજમાં લેવાયા છે જેમાં જન્મ મરણ નોંધણી શાખામાં કુલ નવ કર્મચારીઓ છે તેમાંથી છ કર્મચારીઓને ચૂંટણી ફરજમાં લેવાતા હવે ફ્ક્ત સહી કરનાર અધિકારી, એક કોમ્પ્યુટર ઑપરેટર અને એક પ્યુન બાકી રહ્યા છે !! જેના પરિણામે જન્મ મરણ નોંધણી શાખા બહાર આજે ૨૦૦થી વધુ અરજદારોની લાંબી લાઇન લાગી હતી. હવે જન્મ મરણ નોંધણી શાખામાં દરરોજ આવું જ થશે.
મ્યુનિસિપલ કમિશનર ઇલેકશનના નોડલ ઓફિસર છે. તદ ઉપરાંત અન્ય અધિકારીઓને મદદનીશ નોડલ, બીએલઓ જેવી કામગીરી સોંપાઇ છે. મહાપાલિકાની વિવિધ શાખાના કુલ ૮૦૦ કર્મચારીને ચૂંટણી કામગીરીમાં લઇ જવામાં આવતા મહાપાલિકાના અનેક વિભાગોની કામગીરી ઉપર અસર પડી છે, ઇલેક્શન ડ્યુટી સોંપાઈ છે તે કર્મચારીઓએ આગામી તા.૩૦ સુધી ચૂંટણીનું કામ કરવાનું રહેશે.