અભિનેતા ઈશા દેઓલએ પોતાના સાવકા ભાઈ બોબી દેઓલની નવી ફિલ્મ બંદર જોયા બાદ તેમની જોરદાર પ્રશંસા કરી છે. ફિલ્મના પ્રદર્શન પહેલાં મુંબઈમાં યોજાયેલી વિશેષ રજૂઆતમાં ઈશા દેઓલ હાજર રહી હતી. ફિલ્મ જોયા બાદ તેમણે સામાજિક માધ્યમ પર બોબી દેઓલના અભિનયને લઈને ભાવુક શબ્દોમાં અભિનંદન પાઠવ્યા હતા. ઈશાએ બોબી દેઓલ અને તેમની પત્ની તાન્યા દેઓલ સાથેનો ફોટો શેર કરતાં લખ્યું કે બોબી હાલમાં પોતાના કારકિર્દીના શ્રે સમયગાળામાં છે. તેમણે લખ્યું કે બોબી આજે નિ:સંદેહ સૌથી શ્રે અભિનેતાઓમાંના એક છે અને તેમના અભિનયમાં સંવેદનશીલતા તથા ઐંડાણ સ્પષ્ટ્રપણે જોવા મળે છે. સાથે જ તેમણે દર્શકોને પણ ફિલ્મ જોવા માટે અપીલ કરી હતી. બંદર નું નિર્દેશન અનુરાગ કશ્યપએ કયુ છે. આ ગુનાહિત કથાવસ્તુ ધરાવતી રોમાંચક ફિલ્મ વાસ્તવિક ઘટનાઓથી પ્રેરિત હોવાનું કહેવાય છે. ફિલ્મમાં બોબી દેઓલ મુખ્ય ભૂમિકામાં છે, યારે સાન્યા મલ્હોત્રા , સબા આઝાદ અને અન્ય કલાકારો પણ મહત્વપૂર્ણ પાત્રોમાં જોવા મળે છે. ફિલ્મની વાર્તા એક વૃદ્ધ ટેલિવિઝન કલાકારની આસપાસ ફરે છે, જેના પર તેની પૂર્વ પ્રેમિકા દ્રારા ગંભીર આરોપ મૂકવામાં આવે છે. આ ઘટનાના કારણે તેના જીવનમાં સર્જાતી ઉથલપાથલ અને સંઘર્ષને ફિલ્મમાં રજૂ કરવામાં આવ્યો છે. ફિલ્મને વિવેચકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. ખાસ કરીને બોબી દેઓલના અભિનયની ભારે પ્રશંસા થઈ રહી છે. ઘણા સમીક્ષકોએ તેને તેમની કારકિર્દીના સૌથી શકિતશાળી અભિનયોમાંનો એક ગણાવ્યો છે. એક મુલાકાત દરમિયાન બોબી દેઓલે જણાવ્યું હતું કે દરેક કલાકાર એવા પાત્રોની શોધમાં હોય છે, જે તેની પ્રતિભાને સંપૂર્ણ રીતે રજૂ કરી શકે. તેમના મતે ફિલ્મ ઉધોગમાં સૌથી મોટો સંઘર્ષ પોતાની સાચી ક્ષમતાની ઓળખ મેળવવાનો હોય છે અને 'બંદર' જેવી ફિલ્મમાં કામ કરવાની તક મળવી તેમના માટે સદભાગ્યની વાત છે. આગામી સમયમાં બોબી દેઓલ આલ્ફા ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ , શર્વરી અને અનીલ કપૂર પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં છે. બોબીનું માનવું છે કે આ એક મનોરંજક અને એકશનથી ભરપૂર ફિલ્મ છે, જે દર્શકોને સિનેમાઘરોમાં ઉત્તમ અનુભવ આપશે