લોકસભાની આગામી ચૂંટણીના અનુસંધાને રોકડ રકમ, સોના– ચાંદી, દા, ભેટ સોગાદ વગેરે ચીજ વસ્તુઓ પકડાય તો તેમાં સ્ટેટીક ટીમે શું કામગીરી કરવાની રહેશે તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે. આવતીકાલે આ સંદર્ભે સ્ટેટિક ટીમના સભ્યો એનફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ, જીએસટી અને પોલીસ વિભાગના અધિકારીઓ સાથે રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીની એક તાકીદની બેઠક પણ બોલાવવામાં આવી છે. ચૂંટણી પંચની સૂચના મુજબ પ્રસિદ્ધ કરવામાં આવેલા આદેશમાં જણાવ્યા મુજબ જો કોઈ સ્ટાર પ્રચારક પાસે એક લાખથી વધુ રોકડ પકડાય તો તે જ કરવાની નથી પરંતુ પક્ષના ખજાનચીની સહી વાળું પ્રમાણપત્ર લઈ લેવાનું રહેશે.
આવી જ રીતે કોઈ સામાન્ય માનવી પાસેથી પિયા દસ લાખ કે એક કિલોથી વધુ સોના ચાંદી ઝડપાય તો આવી વ્યકિત કોઈ ઉમેદવાર, પક્ષ કે ચૂંટણી સાથે સંકળાયેલ ન હોય તો તેની પાસેની આવી વસ્તુ જ કરવાની નથી. પરંતુ ટીમે આ સંદર્ભે આવકવેરા વિભાગને જાણ કરવાની રહેશે. ચૂંટણી અધિકારીને તેની નકલ વાહન નંબર મોબાઈલ નંબર અને સરનામા સહિતની વિગતો સાથે પૂરી પાડવાની રહેશે.જો કોઈ પક્ષના એજન્ટ કે કાર્યકર પાસેથી ૫૦,૦૦૦ કે તેનાથી વધુ રકમ રોકડમાં ઝડપાય તો તે સીઝ કરવાની રહેશે અને આવી જ રીતે . ૧૦,૦૦૦ થી વધુ ની પ્રચાર સામગ્રી દા ભેટ સોગાદ ઝડપાય તો તે પણ સીઝ કરવાની સૂચના આપવામાં આવી છે
મોટા ટ્રાન્ઝેકશન પર નજર રાખવા કાલે બેન્ક ઓફિસરોને અપાશે સૂચના
ચૂંટણી દરમિયાન જો મોટા બેન્ક ટ્રાન્જેકશન થાય અને શંકાસ્પદ વ્યવહારો જણાય તો તે અંગેની જાણ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરને કરવા, સાથોસાથ ઇન્કમટેકસ ડિપાર્ટમેન્ટ ને તેનાથી વાકેફ કરવા રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશી દ્રારા બેંકના અધિકારીઓને સૂચના આપવામાં આવનારી છે. આવતીકાલે બપોરે આ સંદર્ભે જિલ્લા કલેકટરે તમામ સરકારી, સહકારી અને પ્રાઇવેટ બેંકના ઓફિસરોને તથા સ્વસહાય જૂથના ઓફિસરોને બ બોલાવ્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર જિલ્લાની ૨૬૬ ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટેનું રોટેશન જાહેર કરતું ચૂંટણી પંચ
May 02, 2025 04:54 PMદેવભૂમિ દ્વારકા જિલ્લા સ્વાગત કાર્યક્રમ તા.૨૨ મેના રોજ યોજાશે
May 02, 2025 04:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech