જો તમે કોઈને પૂછશો કે વજન ઓછું કરવા માટે શું કરવું જોઈએ? તો તમને ડાયટિંગ કરો, દરરોજ જીમમાં જઈને પરસેવો પાડો. આવી ઘણી વાતો કહેતા સાંભળ્યા હશે. પરંતુ આ બધું કર્યા પછી પણ કેટલાક લોકોનું વજન ઘટતું નથી. એવા ઘણા લોકો છે જેમને વધુ વર્કઆઉટ પસંદ નથી. તેઓ ચાલવા જેવી હળવી અને સરળ કસરતો દ્વારા વજન ઘટાડવાનો પ્રયાસ કરે છે.
ચાલવું હંમેશા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. આ અંગે દુનિયાભરમાં ઘણાં સંશોધનો થયા છે, જેમાં એ વાત સામે આવી છે કે ચાલવાથી વજન ઘટાડવામાં ઘણી મદદ મળે છે. આ સાથે ચાલવાથી હ્રદય રોગ, કોલેસ્ટ્રોલ અને કેન્સર સહિત અનેક ગંભીર બીમારીઓનું જોખમ ઓછું થાય છે. પરંતુ શું તમે જાણો છો? ચાલવાની કઈ રીત વધુ ફાયદાકારક છે. જમ્યાં પહેલા કે પછી? તો ચાલો જાણીએ આ રહસ્ય વિશે.
વૉકિંગ કેવી રીતે કરવું
જો તમે ચાલવાથી ઝડપથી વજન ઓછું કરવા માંગતા હોવ તો ખાલી પેટ ચાલો. એક રીપોર્ટ અનુસાર ખાલી પેટ ચાલવાથી શરીરની ચરબી ઝડપથી ઓગળે છે. કંઈપણ ખાધા વિના દરરોજ 30 થી 60 મિનિટ ચાલવાથી આંતરડામાં જામેલી ચરબી ઘટાડવામાં મદદ મળે છે. આ રીતે ચાલવાથી મેટાબોલિઝમ પણ સુધરે છે.
સંશોધન શું કહે છે?
એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જે લોકો ખાલી પેટે કસરત કરે છે તેઓ કંઈક ખાધા પછી કસરત કરતા લોકો કરતા 70 ટકા વધુ ચરબી ઘટાડે છે. તે સ્પષ્ટ છે કે જો તમે કંઈપણ ખાધા વગર ચાલશો તો તે વધુ ફાયદાકારક રહેશે.
ખાધા પછી પણ વૉકિંગ કરી શકો છો
અઠવાડિયામાં 5 દિવસ 30 મિનિટની મધ્યમ કસરત કરી શકો છો. ભોજન લીધા પછી ત્રણ વખત 10 મિનિટ વૉકિંગ કરી શકો છો. આનાથી પણ ઘણો ફાયદો થશે. તેનાથી મેટાબોલિઝમ વધશે અને એનર્જી પણ વધશે. આ સાથે બ્લડ સર્ક્યુલેશન પણ સુધરે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech