બોર્ડ પરીક્ષા વહેલી લેવાની જાહેરાત પણ ફોર્મ ભરવાના ઠેકાણા નથી
બોર્ડ પરીક્ષા વહેલી લેવાની જાહેરાત પણ ફોર્મ ભરવાના ઠેકાણા નથી
November 01, 2025 11:16 AM
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્રારા નવું શૈક્ષણિક સત્ર શ થાય તે સાથે જ વાર્ષિક એકેડેમિક કેલેન્ડર જાહેર કરી દેવામાં આવતું હોય છે. આ કેલેન્ડર મુજબ ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષા આ વખતે ગયા વર્ષની સરખામણીએ એક દિવસ વહેલી શ થઈ રહી છે. પરંતુ ફોર્મ ભરવાની પ્રક્રિયા ગઈ પરીક્ષાની સરખામણીએ ભારે વિલંબમાં મુકાઈ ગઈ છે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના વાર્ષિક કેલેન્ડર મુજબ આ વર્ષે ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૬ થી ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષા શ થશે અને ૧૬ માર્ચ ૨૦૨૬ ના તે પૂરી થશે. ગયા વર્ષે બોર્ડની પરીક્ષાનો પ્રારભં ૨૭ ફેબ્રુઆરીથી થયો હતો તેની સરખામણીએ આ વખતે એક દિવસ વહેલી પરીક્ષા છે. ગત પરીક્ષાના ફોર્મ ભરવાની પ્રક્રિયા દિવાળીના તહેવારો પહેલા શ થઈ ગઈ હતી. પરંતુ આ વખતે દેવ દિવાળી માથે આવી ગઈ છે છતાં હજુ પરીક્ષાના ફોર્મ ભરવાનું એક બાજુ રહ્યું, પરીક્ષાનું ડીટેઈલ શિડુલ અને ફોર્મ ભરવાની
પ્રક્રિયા કયારથી શ થશે તેની કોઈ જાહેરાત બોર્ડ દ્રારા હજુ સુધી કરવામાં આવી નથી. બોર્ડ દ્રારા યારે ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષાના ફોર્મ ભરવાનું શ થાય ત્યારે તેમાં રેગ્યુલર, એકસટર્નલ અને રીપીટર વિધાર્થીઓને ફોર્મ ભરવાના હોય છે. નિયત સમય મર્યાદામાં ફોર્મ નહીં ભરી શકનાર વિધાર્થીઓના ફોર્મ લેઈટ ફી સાથે સ્વીકારવામાં આવતા હોય છે અને આ કામગીરી પણ એકાદ મહિના ચાલતી હોય છે. આ જોતા ફોર્મ ભરવાનું કયારે શ થશે ?અને પરીક્ષા જાહેર કરાયેલા શિડુલ મુજબ લેવાશે કે કેમ ? તેવા સવાલો વિધાર્થીઓ, વાલીઓ અને શાળા સંચાલકો પૂછી રહ્યા છે.