દેશના દરેક ગામડાંના રસ્તાને મળશે યુનિક આઈડી અને ડિજિટલ ઓળખ
દેશના દરેક ગામડાંના રસ્તાને મળશે યુનિક આઈડી અને ડિજિટલ ઓળખ
June 19, 2026 02:06 PM
કેન્દ્ર સરકાર હવે દેશના ગામડાઓને પણ હાઈટેક અને 'સ્માર્ટ' બનાવવાની દિશામાં એક ઐતિહાસિક નિર્ણય લેવા જઈ રહી છે. દેશના દરેક ગામની અંદર આવેલા આંતરિક રસ્તાઓને હવે એક અનોખી ઓળખ મળશે. કેન્દ્રીય પંચાયતી રાજ મંત્રાલયે આ માટે એક ખાસ પ્રસ્તાવ તૈયાર કર્યેા છે, જેના અંતર્ગત ગામડાના રસ્તાઓનું ડિજિટલ મેપિંગ કરવામાં આવશે અને દરેક રસ્તા પર ગૂગલ મેપની જેમ જ સાઈનબોર્ડ અને અનન્ય નામો પ્રદર્શિત કરવામાં આવશે.જેથી લોકોને જે તે ગામમાં જવા આવવા માટે અસુવિધા ન થાય. સરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ દેશભરમાં ગ્રામીણ રસ્તાઓનું નેટવર્ક તો ઘણું મોટું થયું છે અને ગામડાઓ મુખ્ય હાઈવે સાથે જોડાયા છે. પરંતુ, ગામની અંદર આવેલા ગલી–કૂચીના રસ્તાઓનું હજુ સુધી કોઈ વ્યવસ્થિત દસ્તાવેજીકરણ કે નામકરણ થયું નથી. આ વ્યવસ્થિત આયોજનના અભાવે કટોકટીના સમયે એમ્બ્યુલન્સ સેવાઓ, ફાયર બ્રિગેડ, ટપાલ કે કુરિયર ડિલિવરી, સરકારી એજન્સીઓ અને જીપીએસ નેવિગેશન પ્લેટફોર્મને ચોક્કસ સરનામું શોધવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ નવી કોડિંગ સિસ્ટમથી આ તમામ સમસ્યાઓનો કાયમી અતં આવશે.ગામના રસ્તાઓનું ૩ શ્રેણીમાં વર્ગીકરણ થશે નવી વ્યવસ્થાને વધુ સરળ અને સચોટ બનાવવા માટે ગામડાની અંદરના તમામ રસ્તાઓને મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચવામાં આવશે: ૧.મુખ્ય રસ્તા : ગામને જોડતા કે ગામના સૌથી મુખ્ય માર્ગેા. ૨.ક્રોસ રોડ : મુખ્ય રસ્તાઓને અંદરોઅંદર જોડતી આડી ગલીઓ કે રસ્તાઓ. ૩. લિંક રોડ : ગામના છેવાડાના ઘરો કે ખેતરો તરફ જતા નાના રસ્તાઓ.આ નવી યોજનાથી ગ્રામીણ ભારતને આટલા ફાયદા થશે ૧. સરળ નેવિગેશન: હવે ગૂગલ મેપ કે અન્ય ડિજિટલ મેપ પર ગામડાની નાની ગલીઓ પણ ચોક્કસ લોકેશન સાથે જોઈ શકાશે. ૨.ઝડપી કટોકટી સેવાઓ: એમ્બ્યુલન્સ કે ફાયર બ્રિગેડ જેવા ઈમરજન્સી વાહનો કોઈપણ વિલબં વગર ચોક્કસ ઘર સુધી પહોંચી શકશે. ૩.સરકારી યોજનાઓનું સચોટ મોનિટરિંગ: કયા રસ્તાનું સમારકામ બાકી છે કે કયાં નવો રસ્તો બનાવવાની જર છે, તેનું ડિજિટલ ટ્રેકિંગ થઈ શકશે. ૪. ડિલિવરી સેવાઓમાં સુધારો: ઈ–કોમર્સ અને ટપાલ સેવાઓ ગામડાના અંતરિયાળ વિસ્તારોમાં પણ સરળતાથી પાર્સલ પહોંચાડી શકશે.