BREAKING NEWS

બીજું બધું ચાલશે, દૂધમાં ભેળસેળ કરતા નહીં: રાદડિયા

  • August 17, 2026 11:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ લિમિટેડ દ્વારા તાજેતરમાં તા.૧૫ ઓગસ્ટના સ્વાતંત્ર્ય દિવસે કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં સમારોહ યોજી રાજકોટ દૂધ સંઘ સાથે જોડાયેલ ૭૬૧ દૂધ મંડળીઓનાં પ૨,૧૮૨ દૂધ ઉત્પાદકોના બેંક એકાઉન્ટમાં રૂા. ૭૫ કરોડની રકમ ડાયરેકટ જમા કરાઇ હતી. જન્માષ્ટમીના તહેવાર પહેલા ચુકવવાનો નિર્ણય થતા પશુપાલકો અને દૂધ ઉત્પાદકોમાં ખુશીની લાગણી પ્રસરી જવા પામી હતી. આ તકે સહકારી નેતા જયેશભાઇ રાદડિયાએ દૂધ ઉત્પાદકોને સંબોધતા જણાવ્યું હતું કે બીજું બધું ચાલશે પણ દૂધમાં ભેળસેળ કરતા નહીં. શોર્ટ કટ અપનાવી ભરોસો તોડતા નહીં.ગુજરાત રાજયના કૃષિ, સહકાર અને પશુપાલન ખાતાના કેબીનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીના અધ્યક્ષસ્થાને અને રાજકોટ ડિસ્ટ્રી.કો-ઓપ.બેંકના ચેરમેન, ઈફકોના ડિરેકટર અને ધારાસભ્ય જયેશભાઈ રાદડીયાના માર્ગદર્શન અને હાજરીમાં તેમજ રાજકોટ દૂધ સંઘનાં અધ્યક્ષ ગોરધનભાઈ ધામેલીયા, ઈ.મેનેજીંગ ડિરેકટર અને નિયામક મંડળના સભ્યો દ્વારા સંઘ સાથે જોડાયેલા હજારો દૂધ ઉત્પાદકોના આર્થિક અને સામાજિક હિતોને ધ્યાનમાં રાખીને વર્ષ ૨૦૨૫-૨૬નાં નફામાંથી રાજકોટ ડેરીના ઇતિહાસમાં સૌથી ઉચો પ્રતિ કીલો ફેટે રૂા.૮૪ લેખે ૭૬૧ મંડળીઓના પર,૧૮૨ દૂધ ઉત્પાદકોને કુલ રૂા.૭૫ કરોડની જંગી રકમનો અંતિમ દૂધ ભાવ ચુકવવાની જાહેરાત કરવામાં આવી હતી, આ નિર્ણયથી પશુપાલકોને ચોમાસામાં ઘાસચારા અને ખાણદાણના વધુ ખર્ચ સામે આર્થિક સહાયરૂપ થશે. આ જાહેરાત અતર્ગત અને કેન્દ્ર સરકારના સહકારથી સમૃધ્ધિ પ્રોજેકટના ભાગરૂપે રાજકોટ દૂધ સંઘનાં અધ્યક્ષ, ડિરેકટરો તથા સંઘ સંયોજીત દૂધ મંડળીઓના પ્રમુખો, મંત્રીઓ અને હજારો પશુપાલકોની ઉપસ્થિતિમાં ગુજરાત રાજયના કૃષિ, સહકાર અને પશુપાલન ખાતાના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી અને રાજકોટ ડિસ્ટ્રી.કો-ઓપ.બેંકના ચેરમેન, ઈફકોના ડિરેકટર અને ધારાસભ્ય જયેશભાઈ રાદડીયાના હસ્તે પ૨,૧૮૨ દૂધ ઉત્પાદકોનાં બેંક ખાતામાં અંતિમ દૂધ ભાવની રૂા. ૭પ કરોડની રકમ ઓનલાઈન ડાયરેકટ જમા કરવામાં આવી હતી. આ સાથે દૂધ સંઘમાંથી વધુ અંતિમ દૂધ ભાવ મેળવનાર પાંચ દૂધ મંડળીઓ અને રાજકોટ જિલ્લાના તાલુકામાંથી તેમજ મોરબી, જામનગર અને જુનાગઢ જિલ્લામાંથી વધુ અંતિમ દૂધ ભાવ મેળવનાર આદર્શ મંડળીઓ અને મંડળીના શ્રેષ્ઠ પશુપાલકોનું સન્માન કરવામાં આવ્યું હતું.રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ લિમિટેડનું વર્ષ ૨૦૨૫-૨૬માં કુલ ટર્ન ઓવર રૂ.૧૧૮૫ કરોડ (અનઓડિટેડ) અને સંઘનો કાચો નફો રૂા.૯૦ કરોડ (અનઓડિટેડ) થયો છે.રાજકોટ દૂધ સંઘ દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ના નફામાંથી પ્રતિ કિલો ફેટે રૂા.૮૪ લેખે કુલ રૂા.૭૫ કરોડ અંતિમ દૂધ ભાવ ચુકવવાની ઐતિહાસિક જાહેરાત કરાઇ હતી. સૌરાષ્ટ્રમાં એક માત્ર રાજકોટ દૂધ સંઘ દ્વારા દૂધ ઉત્પાદકોનાં બેંક ખાતામાં ભાવફેરની રકમ ડાયરેકટ જમા કરાવવામાં આવી રહી છે. રાજકોટ દૂધ સંઘ સાથે જોડાયેલ ૭૬૧ દૂધ મંડળીઓનાં પ૨,૧૮૨ દૂધ ઉત્પાદકોના બેંક જંગી રકમ રૂા. ૭૫ કરોડ ડાયરેકટ જમા કરાવવામાં આવી છે. છેલ્લા ૬ વર્ષ દરમ્યાન સંઘનો કાચો નફો રૂા.૨૮૮ કરોડ થયો છે. છેલ્લા ૬ વર્ષમાં અંતિમ દૂધ ભાવ રૂા.૧૯૬ કરોડ પશુપાલકોને ચુકવવામાં આવેલ.છેલ્લા ૬ વર્ષમાં નફાની ૭૦ ટકા રકમ પશુપાલકોને પરત ચુકવવામાં આવી હતી.રાજકોટ દૂધ સંઘ સાથે સાથે જોડાયેલા પ૨,૧૮૨ દૂધ ઉત્પાદકોને રૂા.૭૫ કરોડનો અંતિમ દૂધ ભાવ તહેવાર પહેલા ચુકવવાનો નિર્ણય થતા દૂધ ઉત્પાદકોમાં ખુશીની લાગણી પ્રસરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application