BREAKING NEWS

કોલેજોમાં આજથી પરીક્ષા શરૂ: ચોરી કરનાર વિદ્યાર્થી પાસેથી દંડ પણ વસુલાશે

  • January 16, 2026 10:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આજથી સ્નાતક અને અનુસ્નાતક કક્ષાની સેમેસ્ટર એકની પરીક્ષાનો પ્રારંભ થયો છે. સૌરાષ્ટ્રના અલગ અલગ પાંચ જિલ્લાના 142 કેન્દ્રમાં કુલ 56,528 ઉમેદવારો નોંધાયા છે.

આજથી શરૂ થયેલી આ પરીક્ષા અલગ અલગ બે સત્રમાં લેવામાં આવશે. પરીક્ષાની સૌથી મોટી નોંધપાત્ર બાબત એ છે કે ચોરી અને ગેરરીતીમાં જે વિદ્યાર્થીઓ પકડાશે તેની સામે કોપી કેસ જેવી કાર્યવાહીતો થશે જ, પરંતુ સાથો સાથ રૂપિયા 2,500 થી રૂપિયા 10,000 સુધીનો દંડ પણ કરવામાં આવશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા નિયામક મનીષભાઈ શાહની રાહબરી હેઠળ પરીક્ષાને લગતી છેલ્લા કેટલાક સમયથી ચાલતી તૈયારીઓ પૂરી થઈ ગઈ છે અને આજે સવારે 10 વાગ્યાથી 12 અને બપોરે 1-30 વાગ્યાથી 3:30 વાગ્યા સુધી એમ અલગ અલગ બે સત્રમાં પરીક્ષાઓ લેવામાં આવી છે.

બીકોમ, બીએ, બીબીએ, બીસીએ, સહિતની જુદી જુદી અનુસ્નાતક અને સ્નાતક કક્ષાની સેમેસ્ટર એકની આ પરીક્ષામાં 56,527 ઉમેદવારો નોંધાયા છે. પરીક્ષામાં ચોરી અને ગેરરીતી ન થાય તે માટે 80 અધ્યાપકોની 40 ટીમ અને 90 ઓબ્ઝર્વર નિમાવવામાં આવ્યા છે. રાજકોટ મોરબી અમરેલી જામનગર અને સુરેન્દ્રનગર જિલ્લામાં જુદા જુદા પરીક્ષા કેન્દ્રોમાં એકઝામનો પ્રારંભ થયો છે.

મકરસંક્રાંતિનો તહેવાર પૂરો થયા બાદ તુરત જ શરૂ થયેલી આ પરીક્ષાના કારણે મોટાભાગના વિદ્યાર્થીઓ તૈયારી માટે પૂરતો સમય પૂરતો ન મળ્યો હોવાની ફરિયાદ કરી રહ્યા હતા઼ પરંતુ યુનિવર્સિટી સતાવાળાઓના જણાવ્યા મુજબ અગાઉથી આ પરીક્ષાની તારીખ જાહેર થઈ ગઈ હતી અને વિદ્યાર્થીઓએ તે મુજબ તૈયારી કરવી જરૂરી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application