BREAKING NEWS

યુવતીનું ફેંક આઇડી બનાવી ફોટા રિલ્સ વાયરલ કરનાર પૂર્વ મિત્રની ધરપકડ

  • November 27, 2025 03:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
રાજકોટ શહેરમાં ૧૫૦ ફૂટ રિંગરોડ પર રહેતી યુવતીનું ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી ફોટા અને રિલ્સ વાયરલ કરનાર પૂર્વ મિત્રને સાયબર ક્રાઇમની ટીમે ઝડપી આરોપીની પૂછપરછ હાથ ધરતા યુવતીએ મિત્રતા તોડી નાંખતા યુવતીને હેરાન કરવાં કૃત્ય કર્યાનું આરોપીએ કબુલાત આપતા ધરપકડ કરી હતી.


પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ ૧૫૦ ફૂટ રિંગરોડ પર રહેતી ૧૯ વર્ષીય યુવતીએ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેણી ભાડેથી રૂમ રાખીને અન્ય ત્રણ બહેનપણીઓ સાથે રહે છે. તેણી કારના શો રૂમમાં નોકરી કરે છે. તેણી ઇન્સ્ટાગ્રામ એપનો ઉપયોગ કરે છે.


ગત ૩૧/૧૦ ના રાત્રે ઘરે હતી ત્યારે તેમની કોલેજની ફ્રેન્ડે ઇન્સ્ટાગ્રામ આઇ.ડી. પર મેસેજ કરીને જાણ કરેલ કે, ઇન્સ્ટાગ્રામમા તે એક પ્રોફાઇલ અકાઉન્ટ બનાવેલ છે. જેથી તે ઇન્સ્ટાગ્રામ આઇ.ડી. ચેક કરતા આ આઇડી તેણીએ બનાવેલ ન હતું અને ઇન્સ્ટાગ્રામમા આ ફેક આડી ઉપર ચેક કરતા આ ફેક આઇડીના પ્રોફાઇલ પિક્ચરમાં તેણીના અસલ ઇન્સ્ટાગ્રામ આઇડી પર પોસ્ટ કરેલ તેમના ફોટા તેમની પરમિશન વિના મેળવીને આ ફેક ઇન્સ્ટાગ્રામ આઇડી રાખેલ હતા.


તેમજ તેના જુદા જુદા ફોટાથી રીલ્સ બનાવીને પણ પોસ્ટ કરેલ હતી. તેમજ આ ફેક આઇડીનો ઉપયોગ કરનાર ફ્રેન્ડ સર્કલને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી રહ્યો હોય જે બાબતની જાણ થતા આ અજાણ્યા વ્યક્તિએ તેમની જાણ બહાર ફોટાઓ મેળવી પરમિશન વિના ઇન્સ્ટાગ્રામ ફેક આઇડી બનાવી પ્રોફાઇલ પિક્ચરમાં તેણીના ફોટો તથા ફોટાથી રીલ્સ બનાવી પોસ્ટ કરીને માનસિક રીતે હેરાનગતી કરતા સાયબર હેલ્પ લાઇન ૧૯૩૦ પર અરજી કરેલ હતી. જે બાદ સાયબર ક્રાઈમમાં ફરીયાદ નોંધાવી હતી.


જે મામલે સાયબર ક્રાઈમ પીઆઇ બી.વી.જાડેજા અને ટીમે તપાસ હાથ ધરી રાજકોટમાં જ રહેતાં અને યુવતીના પૂર્વ મિત્રને પકડી પાડી કાર્યવાહી કરી હતી અને આરોપીએ યુવતીએ મિત્રતા તોડી નાંખતા આ કૃત્ય કર્યાનું રટણ કર્યું હતું.યુવતીનું ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી ફોટા અને રિલ્સ વાયરલ કરાવી પૂર્વ મિત્ર એવા આરોપીની ધરપકડ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News