BREAKING NEWS

જાપાનમાં ૫૦ વાહનો એકબીજા સાથે અથડાતા વિસ્ફોટો-આગ, એકનું મોત

  • December 27, 2025 10:13 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જાપાનમાં હાઇવે પર બરફને લીધે એક પછી એક ૫૦ જેટલા વાહનો ધડાકાભેર અથડાયા બાદ ભીષણ વિસ્ફોટો સાથે આગ ફાટી નીકળી હતી જેમાં એક મહિલાનું મોત થયું અને આશરે 26 લોકો ઘાયલ થયા હતા.


વર્ષના અંત સાથે, જાપાનમાં રજાઓ શરૂ થઈ ગઈ છે. ઘણા લોકો રજાઓનો આનંદ માણવા માટે પોતાના ઘર છોડીને નીકળી ગયા, જેના કારણે હાઇવે પર ટ્રાફિક જામ થઈ ગયો. જોકે, બરફવર્ષાને કારણે વાહનો એક્સપ્રેસવે પર અચાનક સરકવા લાગ્યા અને એકબીજા સાથે અથડાઈ ગયા.


જાપાનની રાજધાની ટોક્યોથી આશરે 160 કિલોમીટર દૂર ગુન્મા પ્રીફેક્ચરમાં કાન-એત્સુ એક્સપ્રેસવે પર આ અકસ્માત થયો. જાપાની પોલીસના જણાવ્યા અનુસાર, 77 વર્ષીય એક મહિલાનું મોત થયું છે અને 26 લોકો ઘાયલ થયા છે. અન્ય પાંચ લોકોની હાલત ગંભીર છે.


આ અકસ્માતમાં અનેક ટ્રકો અથડાઈ હતી, જેના કારણે એક્સપ્રેસવે બ્લોક થઈ ગયો હતો. પાછળથી આવતી ઝડપી કાર પણ એક પછી એક અથડાઈ હતી. આ ઘટનામાં 50 થી વધુ વાહનો એકબીજા સાથે અથડાઈ ગયા અને ભીષણ આગ લાગી. ડઝનબંધ વાહનો આગની લપેટમાં આવી ગયા. એક્સપ્રેસવેના કેટલાક ભાગો હજુ પણ બંધ છે. પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે. રસ્તા પરથી વાહનો દૂર કરવામાં આવી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application