BREAKING NEWS

ગર્લફ્રેન્ડને હાઈ પ્રોફાઈલ સુરક્ષા આપવા મુદે એફબીઆઈ ચીફ કાશ પટેલ વિવાદમાં

  • November 24, 2025 11:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતીય મૂળના અને અમેરિકામાં એફબીઆઈ ચીફ તરીકે કાર્ય કરતા કાશ પટેલ તેમની ગર્લફ્રેન્ડને હાઈ પ્રોફાઈલ સુરક્ષા પૂરી પાડવા બદલ વિવાદમાં ફસાયા છે, જેના પર જેટ પ્લેનનો દુરુપયોગ કરવાનો આરોપ છે. તેમની સામે તપાસ શરુ કરવામાં આવી છે. કાશ પટેલ તેમની ગાયિકા ગર્લફ્રેન્ડ, એલેક્સિસ વિલ્કિન્સને હાઇ-પ્રોફાઇલ સુરક્ષા પૂરી પાડી હતી.

યુએસ ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનના વડા કાશ પટેલ જે પહેલાથી જ અનેક મુદ્દાઓ પર કોંગ્રેસ દ્વારા તપાસ હેઠળ છે, તેમના પર વધુ એક આરોપ લાગ્યો છે. તેઓ લાંબા સમયથી એક લોક ગાયકને ડેટ કરી રહ્યા હોવાનું જાણવા મળે છે.નેશનલ રાઇફલ એસોસિએશનના વાર્ષિક સંમેલનમાં એલેક્સિસ વિલ્કિન્સના બે સ્વાટ ટીમ એસ્કોર્ટ્સ સાથે આગમનથી બધાના મનમાં આવા ભ્રમ ઉભા થયા.અહી જાણવી દઈએ કે સ્વાટ ટીમ યુનાઇટેડ સ્ટેટ્સમાં એક ઉચ્ચ પ્રશિક્ષિત એકમ છે.

જે એક ઇમારતમાં આતંકવાદીઓથી બંધકોને બચાવવામાં નિષ્ણાત ટીમ તરીકે ઓળખાય છે. કોઈ ખતરો ન સમજતા, બે એસ્કોર્ટ્સ ત્યાંથી ચાલ્યા ગયા. ત્યારબાદ પટેલે ટીમ કમાન્ડરને ફરિયાદ કરી કે બંને એસ્કોર્ટ્સે તેમની ફરજો યોગ્ય રીતે બજાવી નથી.


સરકારી જેટનો દુરૂપયોગ કર્યો હોવાનો પણ આક્ષેપ

કાશ પટેલે ઉનાળામાં સ્કોટલેન્ડના ખાનગી રિસોર્ટમાં મિત્રો સાથે ગોલ્ફ ટ્રીપ જેવી કેટલીક મનોરંજન યાત્રાઓ માટે પણ સરકારી જેટનો ઉપયોગ કર્યો હોવાનું પણ ખુલ્યું છે અને આવા ખાસ કાર્યક્રમો અથવા પ્રદર્શનો માટે વિલ્કિન્સને સરકારી સુરક્ષાની જોગવાઈ અપાઈ હોવાની બાબતે ખાસ ધ્યાન ખેંચ્યું છે.

પટેલ સમર્થકો સહિત કેટલાક જમણેરી ઓનલાઈન હસ્તીઓએ આની ટીકા કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પ માટે કામ કરતા પ્રભાવશાળી ગ્રેસ ચોંગે લખ્યું હતું કે શું વિલ્કિન્સ કાશની પત્ની હતી. સ્ટીવ બેનનને ઇન્ટરનેટ મીડિયા પ્લેટફોર્મ પર બ્યુરોના સંસાધનોના ઉપયોગ પર પણ પ્રશ્ન ઉઠાવ્યો હતો. વર્તમાન અને ભૂતપૂર્વ એફબીઆઈ અધિકારીઓએ પણ આ કેસને વિચિત્ર ગણાવ્યો છે. તેઓએ કહ્યું કે સ્વાટ ટીમ વીઆઈપી સુરક્ષામાં વ્યાપક રીતે જોડાતી નથી અને તેનો ઉપયોગ ફક્ત પૂરક તરીકે થાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application