વિદેશી ભંડોળના નિયમન સાથે જોડાયેલા મહત્વપૂર્ણ ફોરેન કોન્ટ્રીબ્યુશન (રેગ્યુલેશન) એમેન્ડમેન્ટ બિલ, ૨૦૨૬ ની ઝીણવટભરી તપાસ માટે રચવામાં આવેલી સંયુકત સંસદીય સમિતિની બીજી બેઠક આજે મંગળવારે નવી દિલ્હી સ્થિત સંસદ એનેકસીમાં મળવા જઈ રહી છે. કાયદાકીય ફેરફારો અને તેની પારદર્શિતાને લઈને આ બેઠક અત્યતં મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.લોકસભા સચિવાલય દ્રારા પ્રા માહિતી અનુસાર, આ બેઠક આજે બપોરે ૨:૦૦ વાગ્યા સુધી યોજાશે.જેમાં મહત્વના નિર્ણય લેવાય તેવી શકયતા છે. બેઠકના પ્રથમ ચરણમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલય તેમજ કાયદા અને ન્યાય મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ જેપીસી સમક્ષ ઉપસ્થિત રહીને સૂચિત કાયદાની વિવિધ જોગવાઈઓ, તેના વ્યાપ અને કાયદાકીય પાસાઓ વિશે વિગતવાર પ્રેઝન્ટેશન આપશે અને સમિતિના સભ્યોને માહિતગાર કરશે. બપોરે ૨: વાગ્યા પછી આ બેઠકનું બીજું સત્ર શ થશે, જેમાં વિષયના તજજ્ઞો અને અગ્રણી હિતધારકોના મંતવ્યો અને સૂચનો સાંભળવામાં આવશે. આ બેઠકમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ચેરમેન ચલ્લા શ્રીનિવાસુલુ શેટ્ટી અને દિલ્હી હાઈકોર્ટના એડિશનલ સોલિસિટર જનરલ ચેતન શર્મા સહિતના પ્રતિિત નિષ્ણાતો વિશેષ ઉપસ્થિત રહેશે અને પોતાના મંતવ્યો રજૂ કરશે. ઉલ્લેખનીય છે કે આ સંયુકત સંસદીય સમિતિની પ્રથમ બેઠક ગત ૧૮ સપ્ટેમ્બરે યોજાઈ હતી. તે બેઠકમાં કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહન દ્રારા સમિતિના સભ્યોને પ્રસ્તાવિત કાયદાકીય ફેરફારો પાછળના મુખ્ય તર્કેા, તેના ઉદ્દેશ્યો અને વ્યાપક નીતિગત માળખા વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. આજની આ બીજી બેઠક બાદ આ સુધારા બિલની પ્રક્રિયા વધુ વેગ પકડશે તેવી સંભાવના છે