ભારતીય સેનાએ બે ભૂતપૂર્વ સૈનિકો વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (બીએનએસ)ની વિવિધ કલમો હેઠળ એફઆઇઆર નોંધી છે, જેમાં તેમના પર સેનામાં બળવો કરી ઉશ્કેરવાનો પ્રયાસ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. પહેલી એફઆઈઆર જયપુરમાં અને બીજી લખનઉમાં નોંધાઈ હતી. જે ભૂતપૂર્વ સૈનિકો સામે એફઆઇઆર દાખલ કરવામાં આવી છે તેમના પર યુટ્યુબ ચેનલ દ્વારા સેના વિશે ગેરમાર્ગે દોરનારી માહિતી ફેલાવવા અને સૈનિકોને તેમની ફરજથી વિચલિત કરવા અને સેનામાં બળવો ઉશ્કેરવા સહિતના અનેક આરોપો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, વિવિધ સેના કમાન્ડ સોશિયલ મીડિયા પર આવા ભૂતપૂર્વ સૈનિકો પર સતત નજર રાખી રહ્યા છે. જેઓ સેના વિરુદ્ધ ખોટી માહિતી ફેલાવીને સેનાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. સેના દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, આ ભૂતપૂર્વ સૈનિકો યુટ્યુબ પર પ્રસારિત થઈ રહેલા વીડિયો દ્વારા સૈનિકોનું ધ્યાન તેમની ફરજથી ભટકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેઓ સૈનિકોને નોકરી છોડી દેવા માટે ઉશ્કેરી રહ્યા છે અને તેઓ ઉશ્કેરણી કરીને સેનામાં બળવો ભડકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમની સામે ભારતીય દંડ સંહિતાની કલમ 161, 163, 166 અને 168 હેઠળ કેસ નોંધવામાં આવ્યા છે.
બીએનએસ ૧૬૧ લશ્કરી શિસ્ત અને સત્તાનું રક્ષણ કરે છે, જે લશ્કરી શિસ્ત અને સત્તાને નબળી પાડનારાઓને સજા કરે છે. આ કલમ સત્તાવાર ફરજો બજાવતા વરિષ્ઠ અધિકારીઓ પર હુમલો કરવા માટે ઉશ્કેરણી કરવાનો પ્રયાસ કરવા બદલ લાદવામાં આવી છે. બીએનએસની કલમ 163 ઉપદ્રવ અથવા આશંકિત ભયના કટોકટીના કિસ્સામાં લાગુ કરવામાં આવી છે. સૈનિકોને તેમની ફરજો છોડીને ભાગી જવા માટે ઉશ્કેરવાના આરોપમાં આ આરોપ મૂકવામાં આવ્યો છે. આ એવી કોઈપણ વ્યક્તિને લાગુ પડે છે જે સશસ્ત્ર દળોના સભ્યને પરવાનગી વિના સેવા છોડી દેવા માટે મદદ કરે છે અથવા પ્રોત્સાહિત કરે છે.
બીએનએસ ૧૬૬ જણાવે છે કે જો કોઈ વ્યક્તિ સૈનિકને આજ્ઞાભંગ માટે ઉશ્કેરે છે, તો તેને બે વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંનેની સજા થશે. આ સાથે, લશ્કરી ગણવેશ જેવો ડ્રેસ પહેરવા અને બેજ અથવા મેડલ જેવી સત્તાવાર લશ્કરી વસ્તુઓ જેવા ટોકન પ્રદર્શિત કરવા બદલ કલમ 168 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech