લાંબા સમયની ચર્ચાઓ અને અટકળો બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદ માટે દેવેન્દ્ર ફડણવીસનું નામ ફાઈનલ કરવામાં આવ્યું છે. એવા અહેવાલો છે કે આજે મળેલી સમિતિની બેઠકમાં ભારતીય જનતા પાર્ટીએ ફડણવીસને વિધાયક દળના નેતા તરીકે પસંદ કર્યા છે. આવતીકાલે શપથ ગ્રહણ સમારોહ યોજાય તેવી શક્યતાઓ છે.
ભાજપ દ્વારા મહારાષ્ટ્રમાં કેન્દ્રીય નિરીક્ષક બનાવવામાં આવેલા વિજય રૂપાણીએ પહેલા જ ફડણવીસના નામનો સંકેત આપી દીધો હતો. રૂપાણીએ ગઈકાલે કહ્યું હતું કે, 'મને લાગે છે કે મહારાષ્ટ્રને આ વખતે બીજેપીના મુખ્યમંત્રી મળશે કારણ કે એકનાથ શિંદેએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ પાર્ટીના ઉમેદવારને સમર્થન આપશે.' રૂપાણીની સાથે ભાજપે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણને પણ જવાબદારી સોંપી હતી.
આ પહેલા એનસીપી ચીફ અજિત પવારે પણ કહ્યું હતું કે સીએમ પદ ભાજપ પાસે જશે અને ડેપ્યુટી સીએમ શિવસેના અને એનસીપીમાંથી બનાવવામાં આવશે.
એક દિવસ પહેલા કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ કહ્યું હતું કે, 'મને લાગે છે કે આવતીકાલે યોજાનારી બેઠકમાં ભાજપના નિરીક્ષકો તમામ ધારાસભ્યોને સાંભળશે અને આવતીકાલે દેવેન્દ્ર ફડણવીસના નામની જાહેરાત કરવામાં આવશે. એકનાથ શિંદેને કોઈ સમસ્યા નથી, તેઓ પહેલેથી જ જાહેરાત કરી ચૂક્યા છે કે તેઓ સીએમ પદની રેસમાં નથી. તેમણે વધુમાં કહ્યું કે, 'ભાજપ હાઈકમાન્ડે તેમને પહેલેથી જ કહી દીધું છે કે તેઓ સીએમ નહીં બને. તેમની પાસે મહાયુતિના અધ્યક્ષ બનવા અથવા કેન્દ્રીય મંત્રી બનવાનો વિકલ્પ છે પરંતુ તેઓ તેના માટે તૈયાર નથી. તે ખૂબ જ નર્વસ છે...'
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પરિણામો
23 નવેમ્બરના રોજ જાહેર થયેલા વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં મહાયુતિએ મોટી જીત મેળવી હતી. ગઠબંધનને રાજ્યની 288 બેઠકોમાંથી 230 બેઠકો મળી હતી. ભાજપ 132 બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી. જ્યારે શિવસેનાને 57 અને NCPને 41 બેઠકો મળી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech