BREAKING NEWS

કાલાવડના હરીપરમાં નકલી દુધના કારસ્તાનનો પર્દાફાશ

  • August 24, 2026 10:44 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજયમાં ચારેતરફ નકલીની બોલબાલા જોવા મળી રહી છે, છાસવારે નકલી ખાધ પદાર્થેા, નકલી પોલીસ, નકલી ઓફીસરો, નકલી ટોલનાકા, નકલી કોર્ટ અને નકલી દારૂ ઝડપાય છે, દરમ્યાનમાં જામનગર જિલ્લામાં નકલી દુધના કારસ્તાનનો રેન્જ આઇજીની ટીમ દ્રારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારના હરીપર (મેવાસા) ગામેથી શંકાસ્પદ ભેળસેળયુકત દુધ બનાવતા ૬ ઇસમોના ઘર તથા દુધની ડેરી ઉપર રેઇડ કરી શંકાસ્પદ ભેળસેળ યુકત દુધ લીટર ૭૧૫૦, વનસ્પતી ઘી ૧૨૦ કીલો તથા દુધ બનાવવાનો પાવડર ૧૫ કીલો પકડી પાડી કાયદેસરની કાર્યવાહી રાજકોટ રેન્જ ટીમ દ્રારા કરવામાં આવી હતી. ફત્પડ શેફટી વિભાગે જરૂરી નમુના લીધા હતા, દરમ્યાનમાં નકલી જથ્થો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો.
નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિ રાય રાજકોટ વિભાગ રાજકોટનાઓ દ્રારા રાજકોટ રેન્જ હસ્તકના જિલ્લાઓમાં અમુક ધંધાર્થીઓ દ્રારા પોતાના આર્થિક ફાયદા સાં લોકોના સ્વાસ્થ્યને નુકશાન થાય તેવી રોજીંદા જીવનમાં ઉપયોગમાં લેવાતી ચીજ–વસ્તુઓની બનાવટમાં ભેળસેળ કરી વેચાણ કરતા ધંધાર્થીઓને શોધી કાઢી તેઓ વિધ્ધ કડક કાર્યવાહી કરવા સૂચના કરેલ હોય જે અન્વયે રાજકોટ રેન્જના પોલીસ ઇન્સ્પેકટર અપૂર્વ પટેલના માર્ગદર્શન મુજબ રાજકોટ રેન્જના પો.સ.ઈ.પી.એન.મોરી, બી.સી.મીયાત્રા, સી.એમ.કાંટેલીયા તથા સ્ટાફ દ્રારા આવા ધંધાર્થીઓને શોધી કાઢવા માટે હ્યુમનસોર્સથી જરી માહિતી મેળવી તેનું ટેકનીકલ એનાલીસીસ તથા વર્કઆઉટ કરી રહેલ હતા.
દરમ્યાન મળેલ હકિકત આધારે પો.સ.ઈ. સી.એમ.કાંટેલીયા તથા સ્ટાફના સંદિપસિંહ ઝાલા, કાસમભાઇ બ્લોચ, વનરાજભાઇ મકવાણા, મીતેશભાઇ પટેલ, કમલેશભાઇ રબારી, વિપુલભાઇ મોરી, નવલદાન ગઢવી, પરેશભાઇ સાંજવા તથા ડ્રા. ધર્મેન્દ્રસિંહ જાડેજા નાઓએ જામનગર જિલ્લાના કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારના હરીપર ગામે રહેતા શંકાસ્પદ દુધના ધંધાર્થીઓ મેભાઇ  વીરાભાઈ બાવનભાઈ ભારાઈ રહે.રબારીપાળો ગામ–હરીપર તા.કાલાવડ,  અરજણભાઇ હમીરભાઇ ઉકાભાઇ હત્પણ રહે. ગામ–હરીપર તા.કાલાવડ, બધાભાઇ બાવનભાઇ રામભાઇ ચાવડા રહે. ગામ–હરીપર તા.કાલાવડ, મેભાઇ બધાભાઇ કરશનભાઇ વશં રહે.રબારીપાળો ગામ–હરીપર તા.કાલાવડ, રાણાભાઇ  બટુકભાઈ નાથાભાઇ ભારાઇ રહે.રબારીપાળો ગામ–હરીપર તા.કાલાવડ તથા બોધાભાઇ નાથાભાઇ માયાભાઇ વશં રહે.રબારીપાળો ગામ–હરીપર તા.કાલાવડના ઘરે રેઇડ કરી રહેણાંક મકાન તથા પાસે આવેલ અલગ–અલગ ડેરીઓમાંથી શંકાસ્પદ ભેળસેળ યુકત દુધ બનાવવાનું ચાલુ હતુ.
આ સ્થળોએથી શંકાસ્પદ દુધ ભેગુ કરી કુલ જથ્થો દુધ આશરે લીટર ૭૧૫૦, વનસ્પતી ધી ૧૨૦ કીલો તથા દુધ બનાવવાનો પાવડર ૧૫ કીલો મળી આવતા ફુડ સેફટી વિભાગના અધિકારીઓને ટેલીફોનીક જાણ કરી સ્થળ પર બોલાવતા ફુડ સેફટી ઓફીસર (એફ.એસ.ઓ.) દ્રારા શંકાસ્પદ દુધના જરી સેમ્પલો લઇ તેઓની કચેરીનું શીલ કરી કબ્જે કરેલ અને મળી આવેલ શંકાસ્પદ ભેળસેળ યુકત બનાવટી દુધ તથા વેજીટેબલ ઘી તથા દુધ બનાવવાનો પાવડર માનવ સ્વાસ્થ્ય તથા પર્યાવરણને નુકશાન ન થાય તેવી જગ્યાએ ફુડ સેફટી ઓફીસર દ્રારા નાશ કરાવવામાં આવેલ છે તેમજ દુધના ધંધાર્થીઓ વિધ્ધ ફુડ સેફટી ઓફીસર દ્રારા આગળની કાયદેસરની ઘટીત કાર્યવાહી કરવામાં આવેલ છે.
રાજકોટ રેન્જ ટીમના દરોડામાં નકલી દુધ બનાવવાનું કારસ્તાન ઝડપાતા ભારે ચકચાર મચી ગઇ છે, હરીપર મેવાસા વિસ્તારમાં ભેળસેળવાળા દુધનો મોટો જથ્થો ઝડપીને સ્થળ પર નાશ કરાતા જાણે દુધની નદી વહી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. અગાઉ પણ કાલાવડ પંથકમાં નકલી દુધનું કારસ્તાન સામે આવી ચુકયુ છે. નકલી ભેળસેળીયુ દુધ જામનગર ઉપરાંત રાજકોટ મોકલાતુ હોવાનું પણ જાણવા મળ્યુ છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application